
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંદેશનો એક સમાચાર અહેવાલ વાયરલ થઈ રહ્યો છે. આ અહેવાલ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશના ખજાનામાંથી 1.28 લાખ કરોડનું સોનુ ગાયબ થયું છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દેશના ખજાનામાંથી 1.28 લાખ કરોડનું સોનુ ગાયબ થવા અંગેની જે માહિતી મૂકવામાં આવી છે એ તદ્દન ખોટી છે કારણ કે, આરબીઆઈના ડેટા અનુસાર, સોનાના ભંડારના મૂલ્યમાં રેકોર્ડ ઘટાડો થયો છે, પરંતુ સોનાના ભંડારમાંથી કોઈ સોનું ગાયબ થયું નથી. સરકાર દ્વારા તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 8 જાન્યુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, भारत की 😭सबसे बड़ी Rbi बैंक से😂 😂1.5 लाख करोड़ का गोल्ड। गायब 🙏जागो इंडिया जागो. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશના ખજાનામાંથી 1.28 લાખ કરોડનું સોનુ ગાયબ થયું છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગૂગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને PIB Fact Check દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર પોસ્ટમાં મૂકવામાં આવેલી આ જ માહિતી અંગેની ટ્વિટ 16 ફેબ્રુઆરી, 2026ના રોજ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને સમાચાર લેખોમાં દાવો કરવામાં આવ્યો છે કે, દેશના ખજાનામાંથી ₹1.28 લાખ કરોડનું સોનું ગાયબ થઈ ગયું છે પરંતુ સાચી માહિતી પ્રમાણે 6 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં સોનાના ભંડારના મૂલ્યમાં રેકોર્ડ ઘટાડો થયો છે, પરંતુ સોનાના ભંડારમાંથી કોઈ સોનું ગાયબ થયું નથી.
આ નાણાકીય ડેટાની સચોટ માહિતી RBIની સત્તાવાર http://rbi.org.in પર જોઈ શકાય છે.
અમને ભારતીય રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર 6 ફેબ્રુઆરી, 2026 અને 13 ફેબ્રુઆરી, 2026ના રોજ બે પ્રેસ રિલીઝ મળી. જેમાં પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, સોનાનો ભંડાર હાલમાં $123.476 બિલિયન હતો; જે પાછલા અઠવાડિયા કરતા $14.207 બિલિયન ઓછો છે.


આ બંને પ્રેસનોટ તમે અહીં અને અહીં જોઈ શકો છો.
RBIની સત્તાવાર વેબસાઇટ પર સોનાનો ભંડાર ગુમ થયાનો કોઈ જ ઉલ્લેખ નથી. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ દાવો ભ્રામક છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દેશના ખજાનામાંથી 1.28 લાખ કરોડનું સોનુ ગાયબ થવા અંગેની જે માહિતી મૂકવામાં આવી છે એ તદ્દન ખોટી છે કારણ કે, આરબીઆઈના ડેટા અનુસાર, સોનાના ભંડારના મૂલ્યમાં રેકોર્ડ ઘટાડો થયો છે, પરંતુ સોનાના ભંડારમાંથી કોઈ સોનું ગાયબ થયું નથી. સરકાર દ્વારા તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
Title:દેશના ખજાનામાંથી 1.28 લાખ કરોડનું સોનુ ગાયબ થવા અંગેના વાયરલ સમાચારનું જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Misleading


