
તાજેતરમાં સોશિયલ મીડિયા પર છાતીમાં વંદો દેખાઈ રહેલા એક્સ-રેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિમાચલ પ્રદેશમાં એક દર્દીની છાતીમાં જીવતો વંદો એક્સ-રેમાં દેખાયો પરંતુ બાદમાં દર્દીએ સિંગાપોર જઈ બીજી હોસ્પિટલમાં ચેક કરાવતાં એ વંદો દર્દીની છાતીમાં નહીં પરંતુ એક્સ-રે મશીનમાં હોવાનું જાણવા મળ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દર્દીની છાતીમાં જીવતો વંદો હોવાનો એક્સ-રેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ એટલે કે AI દ્વારા બનાવવામાં આવેલો ફોટો છે. આફોટોને વાસ્તવિક ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 10 ડિસેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, 😅 બદ્દી હોસ્પિટલનો એક્સ-રે સ્કેમ! 😂
હિમાચલ પ્રદેશના નાલાગઢમાં આવેલા બદ્દી શહેરમાં સિંગાપુરનો એક પ્રવાસી છાતીમાં દુખાવો લઈને સરકારી હોસ્પિટલ પહોંચ્યો. ડોક્ટરે તરત જ એક્સ-રે કર્યું અને રિપોર્ટ જોઈને કહ્યું:
👉 “તમારા છાતીના અંદર જીવતા કોયક્રોચ છે! તરત જ સિંગાપુર પરત જઈ ઓપરેશન કરાવો!”
આ સાંભળી દર્દી ⚡શોકમાં પડી ગયો અને તરત જ વિમાનમાં બેઠો, સીધો એરપોર્ટથી હોસ્પિટલ જઈ પહોંચ્યો.
ત્યાંના ડોક્ટરે ચેક કરી કહ્યું:
🤣 “કોકરોચ તમારી છાતીમાં નહીં… બદ્દી હોસ્પિટલની X-Ray મશીનમાં હતો!”
😂😂😂
પોસ્ટ નો મોરલ:
👉 બીમારી કરતા વધારે જોખમી હોય છે સરકારી મશીનમાં રહેલા જંતુઓ! 😆. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિમાચલ પ્રદેશમાં એક દર્દીની છાતીમાં જીવતો વંદો એક્સ-રેમાં દેખાયો પરંતુ બાદમાં દર્દીએ સિંગાપોર જઈ બીજી હોસ્પિટલમાં ચેક કરાવતાં એ વંદો દર્દીની છાતીમાં નહીં પરંતુ એક્સ-રે મશીનમાં હોવાનું જાણવા મળ્યું.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આવો જ એક ફોટો radiopaedia.org દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, 50 વર્ષના પુરુષમાં છાતીનો એક્સ-રે સામાન્ય હોય છે. સ્ટર્નલ એરસ્પેસમાં વધારો અને કંઈક અંશે ચપટા અને હતાશ ડાયાફ્રેમ્સ બંને દ્વારા પુરાવા તરીકે, હાઇપરઇન્ફ્લેશનની ડિગ્રી જોવા મળે છે. આ ફોટોમાં અમને ક્યાંય પણ વંદો જોવા મળ્યો ન હતો. નીચે તમે વાયરલ ફોટો અને ઓરિજીનલ ફોટો બંને વચ્ચેની સમાનતા જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ ફોટો સાથેના સમાચાર jagran.com દ્વારા 8 ડિસેમ્બર, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સોશિયલ મીડિયા પર પ્રસારિત એક્સરેની તસવીરો એઆઈ જનરેટેડ હોવાનું ક્ષેત્રીય હોસ્પિટલ સોલન દ્વારા જમાવવામાં આવ્યું છે. હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે, એક્સ-રે છબીઓમાં દેખાતો વંદો કોઈપણ દર્દીના શરીરમાં નથી, પરંતુ તે છબીઓના એડિટીંગનો એક ભાગ છે. આ પોસ્ટના જુદા-જુદા સ્થળો જેવા કે, બદ્દી અને શિમલા હોસ્પિટલોના નામે પણ ફરતા કરવામાં આવ્યા હતા, જેનાથી ખોટી માહિતી વધુ ફેલાઈ હતી. હોસ્પિટલ વહીવટીતંત્રનું કહેવું છે કે, એક્સ-રે મશીનો સંપૂર્ણપણે સલામત, આધુનિક અને નિયમિત નિરીક્ષણ દ્વારા પ્રમાણિત છે.
સોલન હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ (એમએસ) ડૉ. રાકેશ પવારે જણાવ્યું હતું કે, આ પોસ્ટ ખોટી છે અને લોકોને આવી ભ્રામક પોસ્ટ ન ફેલાવવા વિનંતી કરી છે.
અમારી વધુ તપાસમાં અમને આ જ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. himachal.punjabkesari.in | news4himachal.in
વધુમાં અમને દૈનિક સવેરા હિમાચલ પ્રદેશ નામની એક સમાચાર ચેનલ દ્વારા પણ આ વાયરલ ફોટો ખોટો હોવા અંગેનો વિસ્તૃત અહેવાલ 8 ડિસેમ્બર, 2025ના રોજ પ્રસારિત કર્યો હતો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ ફોટો એડિટ કરીને બનાવવામાં આવ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દર્દીની છાતીમાં જીવતો વંદો હોવાનો એક્સ-રેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ એટલે કે AI દ્વારા બનાવવામાં આવેલો ફોટો છે. આફોટોને વાસ્તવિક ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો દીર્દીની છાતીમાં જીવતો વંદો હોવાના નામે વાયરલ થઈ રહેલા એક્સ-રેના ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Altered


