Skip to content
Monday, February 02, 2026
  • Privacy Policy
  • હકીકત તપાસવા માટે સબમિટ કરો
Fact Crescendo Gujarati | The leading fact-checking website in India

Fact Crescendo Gujarati | The leading fact-checking website in India

The fact behind every news!

  • Home
  • Archives
  • About
  • Contact Us
  • Other Languages
    • Hindi
    • English
    • Marathi
    • Malayalam
    • Tamil
    • Odia
    • Assamese
    • Bangla
    • Manipuri
  • APAC
    • Sri Lanka
    • Myanmar
    • Bangladesh
    • Cambodia
    • Afghanistan
    • Thailand
site mode button

જાણો હલાલના લોગોવાળા આશીર્વાદ આટાના પેકેટના ફોટોનું શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social
July 24, 2024July 24, 2024Vikas Vyas

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આશીર્વાદ આટાના પેકેટ પર હલાલનો લોગો દર્શાવતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતમાં પણ હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના આશીર્વાદ આટાના પેકેટ વેચાઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના આશીર્વાદ આટાના પેકેટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો ફોટો છે અને આ પેકેટ ફક્ત ભારતમાંથી બહાર નિકાસ માટે બનાવવામાં આવ્યું હતું. આ પેકેટનું વેચાણ ભારતમાં થતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઘઉંનો લોટ હલાલ? આને પણ હલાલ? આ સિક્કો જો ના હોય તો મુસ્લિમ લોકો આ લોટ ના ખરીદે ,આ તમારો આર્થિક બહિષ્કાર નહીં તો બીજું શું?હજુ હલાલ આઇફોન અને હલાલ સ્માર્ટ ફોન જોવાના બાકી છે,પણ આવશે. ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતમાં પણ હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના આશીર્વાદ આટાના પેકેટ વેચાઈ રહ્યા છે.

download.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને 1 ડિસેમ્બર, 2023 ના રોજ ITC લિમિટેડ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પરથી કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ITCએ જણાવ્યું હતું કે, હલાલ લોગો સાથેનો આશીર્વાદ આટાનું આ પેકેટ જૂનું છે ફક્ત નિકાસ માટે બનાવવામાં આવ્યું હતું. તેનો હેતુ ભારતીય બજારમાં વેચાણનો ન હતો.

A completely false, erroneous and mischievous message is being posted / circulated implying that Aashirvaad Atta is being sold in India with Halal logo. We would like to clarify that the pack shown in these messages is a very old Export only pack which was never meant for (1/3)

— ITC Limited (@ITCCorpCom) December 1, 2023

Archive

વધુ તપાસમાં અમને 25 એપ્રિલ, 2020 ના રોજ ITC Cares તરફથી બીજી એક ટ્વિટ મળી, જે વાયરલ દાવાની સ્પષ્ટતા કરે છે. તેમાં લખવામાં આવ્યું હતું કે, “ભારતમાં હલાલ લોગો સાથે આશીર્વાદ આટાનું પેકેટ વેચાય છે એ આરોપ ભ્રામક અને ખોટો છે. આ પેકેટ એ એક નિકાસ પેક છે જે એવા દેશમાં વેચવામાં આવે છે જ્યાં કાયદામાં પેક પર હલાલ લોગો હોવો ફરજીયાત છે. મહેરબાની કરીને આવી અફવાઓનો શિકાર ન થાઓ.”

unnamed.png

Archive

ITC એ મે 2002 માં આશીર્વાદ આટા લોન્ચ કરીને બ્રાન્ડેડ લોટના બજારમાં પ્રવેશ કર્યો હતો.

અમે “આશીર્વાદ આટા વિથ મલ્ટિગ્રેન”નું પેકેટ ચેક કર્યું, પણ તેના પર હલાલનો લોગો નહોતો.

unnamed (1).png
unnamed (2).png

હલાલ સર્ટિફિકેટ શું છે?

હલાલ પ્રમાણપત્ર જણાવે છે કે, ખોરાક અથવા ઉત્પાદન ઇસ્લામના અનુયાયીઓ માટે માન્ય છે અને તેના ઉત્પાદન અથવા પ્રક્રિયામાં કોઈપણ હરામ સામગ્રી અથવા પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઉત્પાદન પર હલાલ લોગોની હાજરી ગ્રાહકને ખાતરી આપે છે કે, ઉત્પાદન હલાલના ધારા-ધોરણોનું પાલન કરે છે અને મુસ્લિમો દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના આશીર્વાદ આટાના પેકેટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો ફોટો છે અને આ પેકેટ ફક્ત ભારતમાંથી બહાર નિકાસ માટે બનાવવામાં આવ્યું હતું. આ પેકેટનું વેચાણ ભારતમાં થતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો હલાલના લોગોવાળા આશીર્વાદ આટાના પેકેટના ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Misleading

        
Tagged Aashirvaad AttaBoycottHalal LogoSalivaઆશીર્વાદ આટાબોયકોટહલાલ લોગો

Post navigation

અમદાવાદના પોલીસકર્મી દ્વારા પેટ્રોલપંપના કર્મચારી પર કાર નથી ચડાવવામાં આવી… જાણો શું છે સત્ય….
Fake News: હેલિકોપ્ટર દ્વારા રેસક્યુ ઓપરેશન જૂનાગઢના માણાવદરમાં નથી કરવામાં આવ્યુ… જાણો શું છે સત્ય….

Related Posts

શું ખરેખર બેંક ઓફ બરોડાને 21 હજાર કરોડનું નુકશાન પહોચ્યુ છે….? જાણો શું છે સત્ય…

March 17, 2020January 13, 2022Yogesh Karia

મધ્યપ્રદેશમાં એક વૃદ્ધ પર હુમલો કરતી પોલીસનો જૂનો વીડિયો યુપીના નામે વાયરલ થઈ રહ્યો…

July 1, 2024July 1, 2024Frany Karia

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કૈલાશ પર્વતનો છે…? જાણો શું છે સત્ય….

August 5, 2021January 13, 2022Vikas Vyas

follow us

  • fact checks
  • Comments

જાણો પિઝા ડિલિવરી કરતા તેના સહપાઠી યુવકની મઝાક ઉડાવી રહેલી યુવતીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

January 31, 2026January 31, 2026Vikas Vyas

જાણો UGC કાયદા પર બોલી રહેલા અમિત શાહના નિવેદનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

January 31, 2026January 31, 2026Vikas Vyas

જાણો સરકાર દ્વારા ફ્રી ઈલેક્ટ્રિક સ્કૂટી યોજનાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

January 31, 2026January 31, 2026Vikas Vyas

જાણો કોલંબિયા ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

January 31, 2026January 31, 2026Vikas Vyas

મધ્યપ્રદેશના મંદિર પર બુલડોઝર દોડતો હોવાનો વીડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું વાયરલ થયું છે… જાણો શું છે સત્ય….

January 31, 2026January 31, 2026Frany Karia
  • superph  commented on જાણો તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મૈથિલી ઠાકુર 18 વર્ષની ઉંમરે ધારાસભ્ય બની હોવાના ફોટો સાથેની વાયરલ માહિતીનું શું છે સત્ય….: Really enjoying this article! The sense of communi
  • wynn09  commented on યુપીના બસ્તીનો વીડિયો જામનગરના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….: Wynn09, Alright, I decided to try Wynn09 after see
  • ph123casino  commented on Fact Check: ભૂટાનના પીએમ સાથેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂની તસ્વીર હાલના સંદર્ભમાં વાયરલ…: Been playing at ph123casino for a bit now. Site's
  • pwiph  commented on શું ખરેખર આ વાવાઝોડા મેલિસાના કેન્દ્રનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….: pwiph seems like it could be a good resource. I'm
  • tesoro777  commented on જાણો તાજેતરમાં મક્કાથી મદીના જઈ રહેલી બસના અકસ્માતના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….: Tesoro777 suena prometedor y cumple. Los gráficos

Categories

  • False
  • સામાજિક I Social
  • રાષ્ટ્રીય I National
  • રાજકીય I Political
  • આંતરરાષ્ટ્રીય I International

Latest News

  • જાણો પિઝા ડિલિવરી કરતા તેના સહપાઠી યુવકની મઝાક ઉડાવી રહેલી યુવતીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

    January 31, 2026January 31, 2026Vikas Vyas
  • જાણો UGC કાયદા પર બોલી રહેલા અમિત શાહના નિવેદનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

    January 31, 2026January 31, 2026Vikas Vyas

Archives

Fact Crescendo Gujarati | Theme: News Portal by Mystery Themes.
  • ડિસક્લેમર
  • પદ્ધતિ અમારી પદ્ધતિ
  • સુધારા કરવાનું