
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બિલ ગેટ્સ જેવા દેખાતા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળા માટે બિલ ગેટ્સ કાશી વિશ્વનાથ મંદિરમાં જોવા મળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં દેખાતો વ્યક્તિ બિલ ગેટ્સ નહીં પરંતુ તેમના જેવો દેખાઈ રહ્યો છે. તેમજ આ વીડિયો પ્રયાગરાજના મહાકુંભનો નહીં પરંતુ ડિસેમ્બર 2024 નો કાશી ખાતેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક ફેસબુક યુઝર દ્વારા 15 જાન્યુઆરી, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળા માટે બિલ ગેટ્સ કાશી વિશ્વનાથ મંદિરમાં જોવા મળ્યા તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને શોધવા માટે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ક્યાંય પણ બિલ ગેટ્સ પ્રયાગરાજ કુંભમેળામાં આવ્યા હોય એવા કોઈ જ સમાચાર પ્રાપ્ત થયા ન હતા.
ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, વાયરલ વીડિયો પ્રયાગરાજનો નથી અને વીડિયોમાં દેખાતો વ્યક્તિ પણ બિલ ગેટ્સ નથી.
આજ વીડિયો Gullak નામની એક યુટ્યુબ ચેનલ દ્વારા 14 ડિસેમ્બર, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં એવું લખેલું હતું કે, ‘એક વ્યક્તિ જે બિલ ગેટ્સ જેવો દેખાઈ રહ્યો છે.’
અમારી વધુ તપાસમાં અમને એક અલગ એંગલથી લેવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એક વ્યક્તિ એવું કહી રહ્યો છે કે, ‘આ ડુપ્લિકેટ બિલ ગેટ્સ છે’.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં દેખાતો વ્યક્તિ બિલ ગેટ્સ નહીં પરંતુ તેમના જેવો દેખાઈ રહ્યો છે. તેમજ આ વીડિયો પ્રયાગરાજના મહાકુંભનો નહીં પરંતુ ડિસેમ્બર 2024 નો કાશી ખાતેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો મહાકુંભમાં પધારેલા બિલ ગેટ્સના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
