જાણો તાજેતરમાં હોંગકોંગ ખાતે આવેલા ભયાનક વાવાઝોડાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક વાવાઝોડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભયાનક વાવાઝોડાનો આ વીડિયો તાજેતરમાં હોંગકોંગ ખાતે આવેલા વાવાઝોડાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક વાવાઝોડાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને જુદા-જુદા વીડિયો ભેગા કરીને એડિટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે,  આજે હોંકકોંગ માં કુદરત નું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું..ચારે તરફ હાહાકાર મચાવી દીધો…પૂરો વીડિયો જરૂર જોજો….. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભયાનક વાવાઝોડાનો આ વીડિયો તાજેતરમાં હોંગકોંગ ખાતે આવેલા વાવાઝોડાનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને શટરસ્ટોક નામની એક વેબસાઈટ પર પોસ્ટમાં વીડિયોમાં દેખાઈ રહેલી ઈમારત અને અન્ય દ્રશ્યો સાથેનો આવો જ એક વીડિયો પ્રાપ્ત થયો હતો. પરંતુ તેમાં ક્યાંય પણ ઈમારતની પાછળ રહેલ ભયાનક ધૂળની ડમરી વીજળી જોવા મળી ન હતી.

image-48-1024x647.png

અમારી વધુ તપાસમાં અમને એક યુટ્યુબ યુઝર દ્વારા પણ આજ વીડિયો 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

 આ ચેનલની વધુ માહિતી મેળવતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ ચેનલ પર વીડિયો એડિટ કરીને મૂકવામાં આવે છે.

image-47-1024x885.png

આ ચેનલ પર અમને અન્ય ઘણા બધા એડિટ કરેલા વીડિયો જોવા મળ્યા હતા.

image-46-1024x653.png

આજ વીડિયો ટિકટોક પર પણ અપલોડ કરવામાં આવ્યો હતો.

પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાઈ રહેલા તમામ દ્રશ્યો સાથેના જુદા-જુદા વીડિયો તમે અહીં જોઈ શકો છો. Video 1 | Video 2 | Video 3 | Video 4

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, વાયરલ વીડિયોમાં અન્ય દ્રશ્યો લિબિયા ખાતે આવેલા ભયાનક વાવાઝોડા અને પૂરના છે. જે તમે અહીં જોઈ શકો છો. theguardian.com | indiatoday.in

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભયાનક વાવાઝોડાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને જુદા-જુદા વીડિયો ભેગા કરીને એડિટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો તાજેતરમાં હોંગકોંગ ખાતે આવેલા ભયાનક વાવાઝોડાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: False