પલક સૈની નામની યુવતીના વીડિયોને મેરઠ હત્યાકાંડના આરોપી મુસ્કાન રસ્તોગીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

વાયરલ વીડિયોમાં ગીત પર નાચતી મહિલા મેરઠ હત્યા કેસની આરોપી મુસ્કાન નથી, પરંતુ પલક સૈની છે, જે એક ડાન્સર અને વીડિયો નિર્માતા છે.

તાજેતરમાં, ઉત્તર પ્રદેશના મેરઠથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં 29 વર્ષીય યુવક સૌરભની હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરને ડ્રમમાં સિમેન્ટથી સીલ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા અનુસાર, સૌરભની પત્ની મુસ્કાન રસ્તોગીએ તેના પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને આ હત્યા કરી હતી. આ સંદર્ભમાં, એક મહિલાનો બોલિવૂડ ગીત પર ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, કાળા ડ્રેસમાં એક મહિલા બોલિવૂડ ગીત ‘મેરે રશ્ક-એ-કમર’ પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ડાન્સ કરતી મહિલા મેરઠ હત્યા કેસની આરોપી મુસ્કાન રસ્તોગી છે.” 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 22 માર્ચ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ડાન્સ કરતી મહિલા મેરઠ હત્યા કેસની આરોપી મુસ્કાન રસ્તોગી છે.”

Facebook | Fb post Archive | Fb Article Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

વાયરલ વીડિયો તપાસવા માટે અમે શરૂઆતમાં ગૂગલ પર સંબંધિત કીવર્ડસ ટાઇપ કર્યા બાદ પરિણામોમાં અમને પલક સૈની નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાયરલ વીડિયોનો મૂળ વીડિયો મળ્યો. અહીંનો વીડિયો 18 માર્ચ, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સાથે યુઝર્સ દ્વારા કરવામાં આવેલી કોમેન્ટમાં પણ છોકરીનું નામ પલક સૈની હોવાનું કહેવામાં આવી રહ્યું છે, મુસ્કાન રસ્તોગી નહીં.

પ્રાપ્ત માહિતીની મદદથી આગળ વધતા, અમે પલક સૈનીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ્સ પણ શોધ્યા. આવા વધુ વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકાય છે. જ્યારે પલકે પોતાના બાયોમાં પોતાને એક મોડેલ અને વીડિયો સર્જક તરીકે વર્ણવી છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, તે સોનીપતના ખારખોડાની રહેવાસી છે.

અમને જાણવા મળ્યું કે પલકે તેના ફેસબુક પેજ પર સોનીપત ન્યૂઝ લાઈવ નામથી એક પોસ્ટ શેર કરી હતી. આ અંગે સ્પષ્ટતા આપતાં કહેવામાં આવ્યું હતું કે “સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સૌરભ અને મુસ્કાનના ફોટાઓનો કોલાજ પણ હાજર છે. જોકે, જ્યારે આ વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ડાન્સ કરતી છોકરી સૌરભ રાજપૂતની પત્ની મુસ્કાન રસ્તોગી નથી, પરંતુ પલક સૈની છે, જે હરિયાણાની રહેવાસી છે.”

હવે, અમે કેટલાક મીડિયા રિપોર્ટ્સ તપાસ્યા જેમાં ખુલાસો થયો કે લંડનથી મેરઠ પરત ફરેલા સૌરભ કુમાર (29)ની 3 માર્ચની રાત્રે તેની પત્ની મુસ્કાન રસ્તોગીએ તેના પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને હત્યા કરી હતી. 24 માર્ચ 2025ના રોજ અમર ઉજાલાની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, આરોપીઓએ સૌરભના શરીરના 15 ટુકડા એક ડ્રમમાં મૂક્યા અને તેને ઇંટોથી ઢાંકી દીધા. મુસ્કાન તેની પાંચ વર્ષની પુત્રીને તેના માતાપિતાના ઘરે છોડીને 4 માર્ચની સાંજે તેના પ્રેમી સાથે હિમાચલ ગઈ હતી. પાછા ફર્યા પછી, મુસ્કાને તેના પિતાને સૌરભની હત્યા વિશે જાણ કરી. આ રિપોર્ટમાં આપણે આરોપી મુસ્કાન રસ્તોગીના મૂળ ચિત્રો જોયા જે વાયરલ વીડિયોથી તદ્દન અલગ હતા. 

21 માર્ચ 2025ના રોજ પ્રકાશિત દૈનિક જાગરણના અહેવાલ મુજબ, “ખોરાકમાં ઊંઘની ગોળીઓ આપ્યા પછી, આરોપી પત્ની મુસ્કાન અને તેના આરોપી પ્રેમી સાહિલે પહેલા તેના પતિ સૌરભની છાતી પર છરી વડે હુમલો કર્યો અને પછી કટરથી શરીર કાપી નાખ્યું. એટલું જ નહીં, પ્રેમી કપાયેલા માથા અને હાથને બેગમાં રાખીને શહેરમાં ફરતો રહ્યો. તેણે શરીરના બાકીના ભાગોને બેડ બોક્સમાં મૂકી દીધા. જ્યારે તેને બેગ બહાર ફેંકવાની જગ્યા ન મળી, ત્યારે તે ઘરે આવ્યો અને શરીરના ભાગોને ડ્રમમાં મૂકીને તેને સિમેન્ટ કરી દીધા.”

આ ઘટના સંબંધિત અન્ય સમાચાર અહેવાલો અહીં, અહીં અને અહીં વાંચી શકાય છે. આરોપી મહિલા મુસ્કાન રસ્તોગીનો ફોટો બધા અહેવાલોમાં પ્રકાશિત થયો છે.

આખરે અમે બંનેના ફોટા મેચ કર્યા. એ વાતની પુષ્ટિ થઈ કે વાયરલ વીડિયો મેરઠ હત્યા કેસની આરોપી મહિલા મુસ્કાન રસ્તોગીનો નથી. તેના બદલે, તે નૃત્યાંગના અને વીડિયો નિર્માતા પલક સૈનીનો વીડિયો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ‘મેરે રશ્ક-એ-કમર’ પર ડાન્સ કરતી મહિલા મેરઠ હત્યા કેસની આરોપી મુસ્કાન નથી. તે ડાન્સર અને વીડિયો સર્જક પલક સૈની છે. પલકનો એક વીડિયો ખોટા અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:પલક સૈની નામની યુવતીના વીડિયોને મેરઠ હત્યાકાંડના આરોપી મુસ્કાન રસ્તોગીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *