આ વીડિયો લગભગ સાત મહિના જૂનો છે અને થાઈલેન્ડના એક ફેસ્ટિવલનો છે. આમાં દેખાતા હાથીના બે માથા નકલી છે. વાયરલ વીડિયોનો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળા સાથે કોઈ સંબંધ નથી.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી મહાકુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હાથીના ત્રણ માથા દેખાઈ રહ્યા છે. વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો પ્રયાગરાજના મહાકુંભમાં જોવા મળેલા હાથીનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 જાન્યુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો પ્રયાગરાજના મહાકુંભમાં જોવા મળેલા હાથીનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં, અમે વાયરલ વીડિયોના કેટલાક કીફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ કરી હતી. આ સમય દરમિયાન અમને ઓગસ્ટ 2024માં X પર શેર કરવામાં આવેલો આ વાયરલ વીડિયો મળ્યો. વીડિયો સાત મહિના જૂનો છે.
આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ વીડિયો મહાકુંભ પ્રયાગરાજનો નથી. આ વિડીયો કુંભ પ્રસંગ પહેલા જ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
નીચેનો વીડિયો જુઓ.
વધુ શોધ કરવા પર, અમને ફેસબુક પેજ ‘થાઈ કલ્ચર ટુ ધ વર્લ્ડ’ પર વાયરલ વીડિયો પણ મળ્યો.
પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે- “ઈન્થોરાચિતે હાથી ઈરાવન પર સવાર થઈને ભગવાન ઈન્દ્રનો વેશ ધારણ કર્યો. ‘આયુથયા ખોન ફેસ્ટિવલ 2024’ની પરેડની તસવીર.”
અયુથયા પ્રાંતના જનસંપર્ક કાર્યાલયની વેબસાઇટ અનુસાર, પાંચમો ‘ખોન ક્રુંગ શ્રી ફેસ્ટિવલ’ 31 મે, 2024 થી 30 જૂન, 2024 સુધી ચાલ્યો હતો. સમાચાર અનુસાર, આ ઇવેન્ટનું આયોજન અયુથયાની સંસ્કૃતિ અને ત્યાંના ઐતિહાસિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું છે.
આ પ્રોગ્રામ સાથે સંબંધિત કેટલાક અન્ય વીડિયો પણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે, સર્ચ કરતાં અમને elephantpalace.com વેબસાઈટ મળી, જેમાં ત્રણ માથાવાળા હાથી વિશે માહિતી આપવામાં આવી છે.
7 એપ્રિલ, 2023ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવ્યા મુજબ, હાથીનું માથું ફીણથી બનેલું છે અને ટસ્કનો ભાગ કાપડનો બનેલો છે.
અસલી હાથીના માથા સાથે નકલી માથું જોડતા પહેલા હાથીને એક અઠવાડિયા સુધી તાલીમ આપવામાં આવે છે, જેથી હાથીને તેની આદત પડી જાય.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો લગભગ સાત મહિના જૂનો છે અને થાઈલેન્ડના એક ફેસ્ટિવલનો છે. આમાં દેખાતા હાથીના બે માથા નકલી છે. વાયરલ વીડિયોનો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભ મેળા સાથે કોઈ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:થાઈલેન્ડમાં એક તહેવારનો સાત મહિના જૂનો વીડિયો મહાકુંભના નામે વાયરલ થઈ રહ્યો…
Fact Check By: Frany KariaResult: False
