
સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનોના વાજબી વળતરની માંગ સાથે રસ્તા પર ઉતરેલા ખેડૂતોએ કેન્દ્ર સરકારને એક સપ્તાહનો સમય આપ્યો છે. નોઈડા-દિલ્હી બોર્ડર પર ખેડૂતો બેઠા છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં કિસાનના ટ્રેક્ટર પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવી રહ્યો હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં નોઈડામાં ચાલી રહેલા કિસાન વિરોધ પ્રદર્શન દરમિયાનનો આ વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં નોઈડામાં ચાલી રહેલા કિસાન વિરોધ પ્રદર્શન દરમિયાનનો આ વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ANI દ્વારા 26 જાન્યુઆરી 2021ના કરવામાં આવેલુ ટ્વીટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં, વિરોધ કરી રહેલા ખેડૂતોને પાછળ ધકેલવા માટે સુરક્ષા કર્મચારીઓએ લાઠીચાર્જનો આશરો લીધો. ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.”
તેમજ ANI દ્વારા આ વિરોધ પ્રદર્શનને લઈ વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “દિલ્હી પોલીસે મંગળવારે પશ્ચિમ દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં ખેડૂતોને વિખેરવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો હતો અને લાઠીચાર્જનો આશરો લીધો હતો, જેઓ કેન્દ્રના નવા કૃષિ કાયદાઓ સામે પ્રજાસત્તાક દિવસની ‘ટ્રેક્ટર રેલી’ના ભાગરૂપે શહેરમાં પ્રવેશ્યા હતા.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો હાલના ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો નહીં પરંતુ વર્ષ 2021ના વિરોધ પ્રદર્શન દરમિયાનનો છે. હાલની સ્થિતીનો હોવાનો વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ત્રણ વર્ષ પહેલાના કિસાનના વિરોધ પ્રદર્શનને હાલના વિરોધ સાથે જોડી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…
Fact Check By: Frany KariaResult: Missing Context
