
સમગ્ર દેશમાં કોરોનાનું સક્રમંણ દિવસે-દિવસે વધી રહ્યુ છે ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક બાળકનો ફોટો ખૂબ વાયરરલ થઈ રહ્યો છે. જેમાં તે માસ્ક લઈને ઉભેલો જોવા મળી રહ્યો છે અને તેના શીર્ષકમાં લખેલુ છે કે, “बच्चा बोला -पैसे नहिं है तो मास्क फ्री में दे दूंगा, मा ने कहा लोगों को मदद जरूरत है.” આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બાળક તેની માતાના કહેવા પર લોકોને ફ્રીમાં માસ્ક આપી રહ્યો હતો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ બાળક તેની માતાના કહેવા પરથી લોકોને ફ્રીમાં માસ્ક ન હતો આપી રહ્યો તે વાત તદ્દન ખોટી છે. આ સાત વર્ષીય ઉઝબીલ્લાહ છે જે ગયા વર્ષે માર્ચમાં તેના ભાઈ સાથે પાકિસ્તાનના કરાચીમાં શેરીના ખૂણા પર માસ્ક વેચતો હતો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
गोहील प्रगीपसिंहजी टोडा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ બાળક તેની માતાના કહેવા પર લોકોને ફ્રીમાં માસ્ક આપી રહ્યો હતો.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Voacambodia.com નામની વેબસાઈટ દ્વારા 31 માર્ચ 2020ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ બાળકનો ઓરિજનલ ફોટો પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “પાકિસ્તાનમાં કોરોના વાયરસ ફાટી નીકળ્યા પછી તમામ બજારો, જાહેર સ્થળોએ અને મોટા મેળાવડા બંધ કર્યા બાદ સાત વર્ષીય ઉઝબીલ્લાહ લોકડાઉન દરમિયાન ફેસ માસ્ક વેચે છે.” આ ફોટોની ક્રેડિટ ‘રોઇટર્સ’ ને આપવામાં આવી હતી.
ત્યારબાદ વધુ સર્ચ કરતા અમને રોઈટર્સની વેબસાઈટ પર આ ઓરિજનલ ફોટો પ્રકાશિત કરતો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સાત વર્ષીય ઉઝબીલ્લાહ લાકડી પર ચહેરાના માસ્ક સાથે ઉભેલો આ ફોટો કરાચી પાકિસ્તાનનો છે. તેમજ આ ફોટો ફોટોગ્રાફર અખ્તર સોમરો દ્વારા લેવામાં આવ્યો હતો.”
રોઇટર્સ કે ઈન્ટરનેશનલ મિડિયા કોઈ પણ પાકિસ્તાની મિડિયાએ એવી કોઈ ભાવનાત્મક વાર્તા સાથે સંકળાયેલ નથી કે, જેની પાસે તેની માતાની સલાહ મુજબ પૈસા નથી તેવા લોકોને છોકરો મફતમાં માસ્ક આપી રહ્યો હતો.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા આ ફોટોને કેમેરામાં કેદ કરનાર પાકિસ્તાની ફોટોગ્રાફર અખ્તર સોમરોનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “પોસ્ટ સાથે જે દાવો કરવામાં આવી રહ્યો છે તે તદ્દન ખોટો છે. તેમાં કોઈ સત્યતા જોડાયેલી નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આબાળક તેની માતાના કહેવા પરથી લોકોને ફ્રીમાં માસ્ક ન હતો આપી રહ્યો તે વાત તદ્દન ખોટી છે. આ સાત વર્ષીય ઉઝબીલ્લાહ છે જે ગયા વર્ષે માર્ચમાં તેના ભાઈ સાથે પાકિસ્તાનના કરાચીમાં શેરીના ખૂણા પર માસ્ક વેચતો હતો.

Title:શું ખરેખર માતાના કહેવા પર આ બાળક લોકોને ફ્રીમાં માસ્ક આપી રહ્યો હતો….?
Fact Check By: Yogesh KariaResult: False
