
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસે-દિવસેને વધી રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં પણ અફવાઓને લઈ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “સારંગપુરમાં આવેલ હનુમાનજી મંદિરને કોરોનાની હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવ્યુ.”
ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મેસેજ તદ્દન ખોટો છે. સારંગપુરમાં આવેલ હનુમાનજી મંદિરને કોરોનાની હોસ્પિટલમાં રૂપાંતર નથી કરવામાં આવ્યુ. ગતવર્ષે આ વ્યવસ્થા કરવામાં આવ્યુ હોવાની પૃષ્ટી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mayur Thakkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સારંગપુરમાં આવેલ હનુમાનજી મંદિરને કોરોનાની હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવ્યુ.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આઈએમગુજરાતનો 14 એપ્રિલ 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સાળંગપુર હનુમાનજી મંદિરમાં કોરોના વાયરસના દર્દીઓ માટે ખાસ 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી.”
આ વર્ષે આ પ્રકારનું કોઈ આયોજન કરવામાં આવ્યુ હોવાની માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. તેમજ અમે સાળંગપુર મંદિરની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત પણ લીધી હતી. ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે હાલ કોઈ આયોજન કરવામાં આવ્યુ નથી. આ તદ્દન ખોટી માહિતી છે. ગત વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા વિંનતી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ મેસેજ તદ્દન ખોટો છે. સારંગપુરમાં આવેલ હનુમાનજી મંદિરને કોરોનાની હોસ્પિટલમાં રૂપાંતર નથી કરવામાં આવ્યુ. ગતવર્ષે આ વ્યવસ્થા કરવામાં આવ્યુ હોવાની પૃષ્ટી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

Title:શું ખરેખર સારંગપુર હનુમાનજી મંદિરને કોરોના હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યુ…?
Fact Check By: Yogesh KariaResult: False
