નરેન્દ્ર મોદીના આ ફોટોને ડિજીટલી એડિટેડ કરવામાં આવ્યો છે. ઓરિજનલ ફોટોમાં મહિલા દ્વારા મોદીની અભિવાદનને ઝીલવામાં આવ્યુ હોવાનું જોઈ શકાય છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાચની પહેલી બાજી ઉભેલા લોકોને અંગૂઠા બતાવી અને અભિવાદન કરી રહ્યા છે. જેમાં કાચની પહેલી બાજુથી એક મહિલા દ્વારા વડાપ્રધાન મોદીને ત્રીજી આંગળી બતાવી અને અપમાન કરવામાં આવી રહ્યુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Faruk Sumra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહિલા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આંગળી બતાવી તેમનું અપમાન કરવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ANI દ્વારા 21 ઓક્ટોબર 2021ના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં આરોગ્યસંભાળ કાર્યકરોને થમ્બ્સ અપ આપ્યો કારણ કે ભારતે એક અબજ કોરોનાના રસીકરણને પાર કર્યું છે.

Archive

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતનો સંપૂર્ણ વીડિયો નરેન્દ્ર મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં અંતિમ 10 સેકેન્ડમાં આ મહિલાને વડાપ્રધાનના અભિવાદનને વધાવતા જોઈ શકાય છે. આ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

તેમજ ઓરિજનલ ફોટો અને વાયરલ એડિટેડ ફોટો વચ્ચેના તફાવતને તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. મહિલા દ્વારા મોદીને આંગળી બતાવી તેમનું અપમાન નથી કરવામાં આવ્યુ.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર કાચમાં પાછળ ઉભેલી મહિલા દ્વારા વડાપ્રધાન મોદીનું અપમાન કરવામાં આવ્યુ...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Altered