
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન હવે નુકશાની ના કારણે ભારત છોડી ભાગી જાય છે. વાહ વિકાસ વિકાસ વિકાસ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 238 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 55 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નુકશાની ના કારણે વોડાફોન ભારત છોડી જઈ રહી છે.”
ઉરકોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “वोडाफोन भारत में अपनी सेवा बंध कर रहा है” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા વોડાફનને સંબંધિત પ્રસારિત કરવામાં આવેલા સમાચારો પ્રાપ્ત થયા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વોડાફોન દ્વારા ભારતમાં તેનો વ્યપાર બંધ કરવાની વાતને અફવા ગણાવી અને તેઓ ભારતની બજારોમાં તેમનું નિવેશ ચાલુ રાખશે.” જૂદા-જૂદા મિડિયા હાઉસના સમાચારો તમે નીચે વાંચી શકો છો.
1 નવેમ્બર, 2019 ના રોજ વોડાફોન કંપનીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વોડાફોન ભારતની માર્કેટમાંથી વિદાય લઈ રહ્યુ છે. તે એક માત્ર અફવા જ છે. સોશિયલ મિડિયામાં મેસેજ વાયરલ થતાની સાથે જ વોડાફોને વિવિધ માધ્યમોને એક પત્ર મોકલ્યો હતો જેમાં લખ્યું હતું કે તેઓ ભારતમાં પોતાનો વ્યવસાય બંધ નહીં કરે. આ પત્ર તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, વોડાફોન ભારતમાં તેનો વ્યવસાય ચાલુ જ રાખશે, ભારતમાંથી વોડાફન કંપની વિદાય લઈ રહી હોવાની વાતને કંપનીએ અફવા ગણાવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, વોડાફોન ભારતમાં તેનો વ્યવસાય ચાલુ જ રાખશે, ભારતમાંથી વોડાફન કંપની વિદાય લઈ રહી હોવાની વાતને કંપનીએ અફવા ગણાવી છે.

Title:શું ખરેખર વોડાફોન ભારતમાં તેની સેવા બંધ કરી રહી છે..?જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: False
