શું ખરેખર જામનગરના જામ સાહેબ દ્વારા વિનટેજ કારનું પ્રદર્શન રાખવામાં આવ્યુ હતુ…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહેલની બહાર જૂદી-જૂદી વિન્ટેજ કારો જોવા મળી રહી છે. તેમજ મહેલને સણગારવામાં આવ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરના જામ સાહેબ દ્વારા આ વિન્ટેજ કારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વિન્ટેજ કારનું આ પ્રદર્શન જામનગરમાં નહિં પરંતુ મૈસુર વર્ષ 2018માં કરવામાં આવ્યુ હતુ. જેને જામનગર સાથે તેમજ જામ સાહેબ જોડે કોઈ લેવા દેવા નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ankita Shah નામના ફેસબુક યુઝર દ્વારા Gujarat Thoughts નામના ફેસબુક પેજ પર તારીખ 14 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામનગરના જામ સાહેબ દ્વારા આ વિન્ટેજ કારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 10 ઓક્ટોબર 2018ના યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હોવાનું જોવા મળ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “દશેરાના તહેવાર નિમિતે મૈસુર પેલેસમાં વિનટેજ કાર મુકવામાં આવી.

ARCHIVE

તેમજ અમારી પડતાલને આગળ વધારી હતી, દરમિયાન અમને ન્યુઇન્ડિયન એકસ્પ્રેસનો વર્ષ 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મૈસુરમાં દશેરાના દિવસે વિનટેજ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.” તેમજ પોસ્ટમાં જે વિડિયો શેર કરવામાં આવ્યો હતો. તેનો ફોટો પણ આ સાથે શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

NEWINDIANEXPRESS | ARCHIVE

ફેડરેશન ઓફ હિસ્ટોરિકલ વ્હિકલસ ઓફ ઈન્ડિયા (FHVI) દ્વારા તેમની યુટ્યુબ ચેનલ પર મૈસુરની આ વિન્ટેજ કાર રેલીને લઈ એક નાનકડી ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી હતી. જેમાં વિડિયોમાં જોવા મળતા દ્રશ્યો તમે જોઈ શકો છો. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમે જામનગર પણ પૃષ્ટી કરી હતી, ત્યા આ પ્રકારનો વિનટેજ કારનો શો ક્યારેય પણ આયોજિત નથી કરવામાં આવ્યો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વિન્ટેજ કારનું આ પ્રદર્શન જામનગરમાં નહિં પરંતુ મૈસુર વર્ષ 2018માં કરવામાં આવ્યુ હતુ. જેને જામનગર સાથે તેમજ જામ સાહેબ જોડે કોઈ લેવા દેવા નથી.

Avatar

Title:શું ખરેખર જામનગરના જામ સાહેબ દ્વારા વિનટેજ કારનું પ્રદર્શન રાખવામાં આવ્યુ હતુ…?

Fact Check By: Yogesh Karia 

Result: False