
હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં આ વિડિયોને લઈને ભાજપના વિકાસ કાર્યોની મજાક ઉડાવવામાં આવી રહી છે.. જેમાં બીજેપીના પ્રચાર વાહન કાદવમાં ફસાયા હોવાનો વિડિયો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપના ઉમેદવાર સંજય ગુપ્તાની કાર ઉત્તરપ્રદેશમાં ખરાબ રસ્તા પર ખાડામાં ફસાઈ ગઈ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વાયરલ થઈ રહેલો વિડિયો ઉત્તર પ્રદેશનો નથી. બીજેપી નેતા સંજય ગુપ્તા ઉત્તરાખંડ સ્થિત લકસરથી ઉમેદવાર છે. આ વિડિયોને ઉત્તર પ્રદેશ સાથે કોઈ લેવાદેવા નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Anand Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપના ઉમેદવાર સંજય ગુપ્તાની કાર ઉત્તરપ્રદેશમાં ખરાબ રસ્તા પર ખાડામાં ફસાઈ ગઈ છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
પ્રચાર વાહન પર બીજેપી નેતા સંજય ગુપ્તા લખેલું છે અને વિધાનસભા 34-લક્સર લખેલું છે.

પછી અમે ગૂગલ પર કિવર્ડ સાથે સર્ચ કર્યું. અમે શોધ્યુ કે ઉત્તરાખંડ વિધાનસભાની વેબસાઈટ અનુસાર, લક્સર ઉત્તરાખંડમાં વિધાનસભા ક્ષેત્ર છે અને વિધાનસભાના વર્તમાન સભ્ય ભાજપના નેતા સંજય ગુપ્તા છે.

આના પરથી અમને સમજાયું કે વિધાનસભા ક્ષે ત્ર 34- લક્સર ઉત્તરાખંડમાં સ્થિત છે.
તમને જણાવી દઈએ કે લક્સર વિધાનસભા ક્ષેત્ર હરિદ્વાર જિલ્લાના 10 વિધાનસભા મતવિસ્તારો માંથી એક છે. આ વર્ષની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સંજય ગુપ્તા છે, કોંગ્રેસના ઉમેદવાર ડો. અંતરીક્ષ સૈની છે અને આમ આદમી પાર્ટીના ડો. યુસુફ છે.
ઉત્તર પ્રદેશમાં લક્સર નામનો કોઈ વિધાનસભા મતવિસ્તાર નથી અને સંજય ગુપ્તા નામનો કોઈ ઉમેદવાર નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ થઈ રહેલો વિડિયો ઉત્તર પ્રદેશનો નથી. બીજેપી નેતા સંજય ગુપ્તા ઉત્તરાખંડ સ્થિત લકસરથી ઉમેદવાર છે. આ વિડિયોને ઉત્તર પ્રદેશ સાથે કોઈ લેવાદેવા નથી.

Title:ભાજપના નેતાનું પ્રચાર વાહન ખાડામાં ફસાયા હોવાનો વિડિયો ઉત્તર પ્રદેશનો નથી, પરંતુ ઉત્તરાખંડનો છે…
Fact Check By: Yogesh KariaResult: Partly False
