
Narendrakumar C Modi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “માઉન્ટ આબુ શ્રીનાથજી કાકરોલી બરફ વરસાદ સ્વીઝરલેન્ડ જેવો માહોલ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 48 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 52 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો માઉન્ટ આબુનો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને કોઈ ખાસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે વિડિયોને ધ્યાનથી નિહાળતા અમને વિડિયોમાં બે શોપ ના નામ દેખાયા હતા. એક દુકાનનું નામ હતુ “સતી જોધપુર મિષ્ટાન ભંડાર” અને “ડિલાઈટ રોયલ ચોઈસ” જે તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ ગૂગલ પર અમે “sati jodhpur misthan bhandar” લખતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ દુકાન જયપુરમાં આવેલી છે. જે તમે નીચે જોઈ શકો છો. ત્યારબાદ અમે દૂકાન ધારક અજય સિંઘનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો જયપુરનો છે. અને વિડિયોમાં જે દૂકાન દેખાઈ છે. તેમની જ દૂકાન છે. અને 5 માર્ચ 2020ના રોજ બરફ વરસાદ થયો ત્યારનો વિડિયો છે.”

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર “जयपुर में बरफ की बारिश का विडिओ |” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. જેમાં DL NEWS દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી 5 માર્ચ 2020ના જયપુરમાં બરફ વર્ષા થી તેનો વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
First India News Rajshthan દ્વારા પણ 5 માર્ચ 2020ના બરફ વર્ષાથી થયેલ નુકશાન અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
Rajshthan Patrika દ્વારા પણ 5 માર્ચ 2020ના તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ અંગેનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનના જયપુર શહેરનો છે. માઉન્ટ આબુનો હોવાની વાત તદ્દન ખોટી સાબિત થાય છે.

Title:શું ખરેખર માઉન્ટ આબુમાં વરસાદ પડ્યો તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
