
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, લગભગ 40 લોકો લાપતા હોવાનું મનાય છે. ઘણા મકાનોને નુકસાન થયું છે. આ વિસ્તારમાં ટીમો તૈનાત કરવામાં આવી છે, જે ગુમ થયેલા લોકોની શોધમાં લાગી છે. આ વચ્ચે એખ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જમ્મુ-કાશ્મીરમાં હાલમાં આવેલા પૂરનો આ વિડિયો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જમ્મુ-કાશ્મીરનો નહિં પરંતુ મેક્સિકોના સોનારાહના નોગાલસ પ્રાંતનો વિડિયો છે. જમ્મુ-કાશ્મીરનો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Cws News Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જમ્મુ-કાશ્મીરમાં હાલમાં આવેલા પૂરનો આ વિડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયનું ધ્યાનથી નિરિક્ષણ કરતા અમને એક શોપ તણાય રહી હોવાનું જોવા મળ્યુ હતુ. જેના પર ‘EL Cha Cho’ નામ લખેલુ હતુ. જે શંકા ઉપજાવે તેવું હતુ.
જે ક્લુના આધારે અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ન્યુઝવેપનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિડિયોનો સ્કિન શોટ શેર કરવામાં આવ્યો હતો જણાવવામાં આવ્યુ હતુ કે, “મેક્સિકોના સોનારાહના નોગાલસ પ્રાંતમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યુ હતુ અને તેના રસ્તામાં આવેલ તમામ વસ્તુઓને તે પોતાની સાથે વહાવી લઈ ગયુ.”
તેમજ આ ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને યુટ્યુબ પર આ પૂરનો સંપૂર્ણ વિડિયો પર પ્રાપ્ત થયો હતો. જેમાં વાયરલ વિડિયોમાં જોવા મળતા તમામ દ્રશ્યો જોઈ શકાય છે. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.
તેમજ નોગાલેસ ઇન્ટરનેશનલ દ્વારા પણ આ પૂરને લઈ વિશેષ અહેવાલ તેમની વેબસાઈટ પર પ્રસારિત કર્યો હતો.
તેમજ જમ્મુ-કાશ્મીરની ઘટનામાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 40 લોકો ગાયબ થયાના સમાચાર સામે આવી રહ્યા છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જમ્મુ-કાશ્મીરનો નહિં પરંતુ મેક્સિકોના સોનારાહના નોગાલસ પ્રાંતનો વિડિયો છે. જમ્મુ-કાશ્મીરનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:મેક્સિકોના પૂરના વિડિયોને જમ્મૂ-કાશ્મીરનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો…
Fact Check By: Yogesh KariaResult: False
