શું ખરેખર વિમાનમાંથી હવામાં કુદકો મારતો વિડિયો ભારતીય સેનાનો છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

હાલ એક 39 સેકેન્ડનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં એક વિમાન માંથી સૈનિકો જેવો ડ્રેસ પહેરી અને મોટી સંખ્યામાં જવાનો કુદકો હવામાં કુદકો મારી રહ્યા છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે આ વિડિયો ઈન્ડિયન આર્મીનો છે. 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભારત સેનાનો નહિં પરંતુ સ્પેનનો છે. સ્પેનમાં એક ઉજવણીના ભગ રૂપે 114 સૈનિકોએ આ કર્તબ બતાવ્યુ હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Police parivar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભારતીય સેનાનો છે. 

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર આ વિડિયો “Spanish A400M Massive Jump” શીર્ષક હેઠળ પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આ કીવર્ડને ધ્યાને લઈ અમે સર્ચ કરતા અમને આ અગેનો સંપૂર્ણ વિડિયો સ્પેનિસ એર ફોર્સની યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. 

જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આજે એરફોર્સમાં પ્રથમ પેરાશૂટ જમ્પની 72મી વર્ષગાંઠ ની ઉજવણીના ભાગ રૂપે અલકંટારિલ્લા એર બેઝ (મુર્સીયા) પર સ્થિત, લશ્કરી પેરાશુટિંગ સ્કૂલ (ઇએમપી) – મેન્ડેજ પરદો સાથે જોડાયેલા 114 સૈનિકોએ એ-400 એમના રેમ્પથી એક વિશાળ કૂદકો લગાવ્યો છે.” આ વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભારત સેનાનો નહિં પરંતુ સ્પેનનો છે. સ્પેનમાં એક ઉજવણીના ભગ રૂપે 114 સૈનિકોએ આ કર્તબ બતાવ્યુ હતુ. 

Avatar

Title:શું ખરેખર વિમાનમાંથી હવામાં કુદકો મારતો વિડિયો ભારતીય સેનાનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False