પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો વીડિયો ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National

Vikas Classes નામના ફેસબુક પેજ દ્વારા 17 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 15-16 જૂનની રાતે લદ્દાખમાં 14 હજાર ફુટ ઉંચી ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના જવાનોની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હુમલો પથ્થરો, લાકડીઓ અને ધારદાર ચીજોથી કરવામાં આવ્યો હતો. ભારતના કમાન્ડિંગ અધિકારી સહિત 20 જવાનો શહીદ થયા હતા.શહીદ થયેલા તમામ જવાનોને વિકાસ કલાસીસ વતી ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ ….. શાંતિ…... આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ગલવાન ઘાટી ખાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં શહીદ થયેલા જવાનોનો છે. આ પોસ્ટને 3 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.06.25-20_05_02.png

Facebook Post | Archive

સંશોધન

સૌપ્રથમ તો પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, હાલમાં સમગ્ર દુનિયામાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે તમામ લોકો માસ્ક પહેરીને તેના સંક્રમણની કાળજી રાખી રહ્યા છે. ત્યારે ભારતીય સેના તો શિસ્તનું ચુસ્ત પાલન કરતી હોય છે છતાં કોઈ પણ જવાનના મોંઢા પર માસ્ક જોવા નથી મળતું એ પરથી જ એ સાબિત થાય છે કે આ વીડિયો કોરોના સંક્રમણ પહેલાંનો જ હોવો જોઈએ.

image2.jpg

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ગલવાન ઘાટી ખાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં શહીદ થયેલા જવાનોનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને Arbaaz khan editz નામના યુટ્યુબ યુઝર દ્વારા 29 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, પુલવામા હુમલા માટે ભારતીય આર્મીનું વોટ્સએપ સ્ટેટસ માટેનું દર્દભર્યું ગીત અસ્ક ના હો. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

અમારી વધુ તપાસમાં અમને bikas durga નામના યુટ્યુબ યુઝર દ્વારા 16 ફેબ્રુઆરી, 2019 ના રોજ આજ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ વીડિયો પુલવામા હુમલાનો હોવાની માહિતી આપવામાં આવી હતી. આ વીડિયોમાં અન્ય જવાનો દ્વારા શહીદ જવાન, અમર રહે ના નારા પણ તમે સાંભળી શકો છો.

Archive

આજ માહિતી સાથેનો અન્ય એક વીડિયો તમે અહીં જોઈ શકો છો. RG Music Ranjeet Hatila

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ગલવાન ઘાટી ખાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં શહીદ થયેલા જવાનોનો નહીં પરંતુ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં ગલવાન ઘાટી ખાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં શહીદ થયેલા જવાનોનો નહીં પરંતુ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો વીડિયો ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False