
We love Surat. નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “New Zebra crossing in France” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 325 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 142 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં દેખાઈ રહેલ ઝીબ્રા ક્રોસિંગ ફ્રાન્સમાં આવ્યુ છે. ત્યા આ પ્રકારે નવુ ઝીબ્રા ક્રોસિંગ શરૂ કરવામાં આવ્યું”
FACEBOOK | ARCHIVE | VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “New zebra crossing in France” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયો હતો. ઉપરોક્ત પરિણામો પરથી અમને 90 સબસ્ક્રાઈ વારી HULUHULU TV યુટ્યુબ ચેનલ દ્વારા 23 નવેમ્બર 2019ના New zebra crossing in France શીર્ષક હેઠળ આ જ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પરિણામોમાં અમને કોઈ ખાસ પરિણામો પ્રાપ્ત થયા ન હતા. તેથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને UK.NEWS.YAHOO.COM વેબસાઈટ પર 6 નવેમ્બર 2019ના એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ક્યુબેકમાં સરકારે એક ક્રોસિંગ પર એક નવતર પ્રયોગ શરૂ કર્યો હતો. જે રાહદારી માટે સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું.” આ અહેવાલમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

આ સમાચારને SHORPSHIRESTAR.COM, EXPRESSANDSTAR.COM, AOL.CO.UK, વેબસાઈટ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા.
તેમજ ક્યુબેક ખરેખર ક્યા આવેલું છે તે જાણવા અમે ગૂગલ પર ‘Quebec’ લખતા અમને જાણવા મળ્યુ હતુ કે, ક્યુબેકએ પૂર્વ કેનેડામાં ફ્રેન્ચ ભાષ। બોલતો દેશ છે. જેના દક્ષિણમાં 2 વાઈબ્રન્ટ શહેરો આવેલા છે.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે. તે ફ્રાન્સનો નહિં પરંતુ ક્યુબેકનો છે. ક્યુબેકમાં સરકાર દ્વારા રસ્તા પર ચાલતા રાહદારીઓની સુરક્ષાને ધ્યાને લઈ આ પ્રકારે અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો છે. તે ફ્રાન્સનો નહિં પરંતુ ક્યુબેકનો છે. ક્યુબેકમાં સરકાર દ્વારા રસ્તા પર ચાલતા રાહદારીઓની સુરક્ષાને ધ્યાને લઈ આ પ્રકારે અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ.

Title:શું ખરેખર ફ્રાન્સમાં આ પ્રકારે ઝીબ્રા ક્રોસ પર શરૂઆત કરવામાં આવી..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
