શું ખરેખર ચલણી નોટોના શણગાર કરેલો પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તિરુપતિના બાલાજી મંદિરનો છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો આ વીડિયો તિરુપતિ બાલાજી મંદિરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તિરુપતિ બાલાજી મંદિરનો નહીં પરંતુ આંધ્રપ્રદેશના નેલ્લોર ખાતે આવેલા કન્યાકા પરમેશ્વરી મંદિરનો છે.આ વીડિયોને તિરુપતિ બાલાજી મંદિર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jainil Patadiya નામના ફેસબુક યુઝર દ્વારા 14 જૂન, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તિરૂપતિ બાલાજી રૂપિયાના શણગાર. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો આ વીડિયો તિરુપતિ બાલાજી મંદિરનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર News18 India દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આંધ્રપ્રદેશના નેલ્લોર ખાતે આવેલા મહાલક્ષ્મી કન્યાકા પરમેશ્વરી મંદિરમાં દશેરાના દિવસે મંદિરને ફૂલોનીની જગ્યાએ 500 અને 2000 ની ચલણી નોટોથી શણગારવામાં આવ્યું.

આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર અમને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Amazing Hindi News | Daily Trending News

દૈનિક ભાસ્કર તેમજ નવભારત ટાઈમ્સ દ્વારા પણ આજ માહિતી અને વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ એવી માહિતી આપવામાં આ હતી કે, આંધ્રપ્રદેશના નેલ્લોર ખાતે આવેલા કન્યાકા પરમેશ્વરી મંદિરમાં દશેરાના દિવસે 5 કરોડ રુપિયાની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો. વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, 100 થી વધુ RSS ના કાર્યકર્તાઓ દ્વારા 2000, 500, 200, 100, 50 અને 10 રુપિયાની નોટો મળીને કુલ 5 કરોડ 16 લાખ રુપિયાનો શણગાર કન્યાકા પરમેશ્વરી મંદિરમાં કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચલણી નોટોથી શણગારાયેલા મંદિરનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તિરુપતિ બાલાજી મંદિરનો નહીં પરંતુ આંધ્રપ્રદેશના નેલ્લોર ખાતે આવેલા કન્યાકા પરમેશ્વરી મંદિરનો છે.આ વીડિયોને તિરુપતિ બાલાજી મંદિર સાથે કોઈ જ સંબંધ નથી

Avatar

Title:શું ખરેખર ચલણી નોટોના શણગાર કરેલો પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તિરુપતિના બાલાજી મંદિરનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False