જાણો તાજેતરમાં ઈઝરાયેલના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Missing Context આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આકાશમાં ઝગમગી રહેલા ડ્રોન હુમલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં થયેલા ડ્રોન હુમલાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આકાશમાં ઝગમગી રહેલા ડ્રોન હુમલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 માં હમાસ દ્વારા ઈઝરાયલના આસ્કેલોન શહેર પર કરવામાં આવેલા ડ્રોન હુમલાનો છે. આ વીડિયોને ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના ચાલી રહેલા યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 15 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઈઝરાયલ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં થયેલા ડ્રોન હુમલાનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો અમને એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 12 ઓક્ટોમ્બર, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, હમાસ દ્વારા ગાઝાથી ઈઝરાયલના આસ્કેલોન શહેર પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જેને ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ આયરન ડોમ દ્વારા હમાસના ડ્રોન હુમલાને હવામાં જ નષ્ટ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.

અમારી વધુ તપાસમાં આજ વીડિયો અમને વર્ષ 2023 માં અન્ય કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ પ્રાપ્ત થયો હતો. જે તમે અહીં જોઈ શકો છો. bitchute.com | Twitter Post

વધુમાં અમને આજ વીડિયો 12 ઓક્ટોમ્બર, 2023 ના રોજ ટેલિગ્રાફ દ્વારા પણ યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આકાશમાં ઝગમગી રહેલા ડ્રોન હુમલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 માં હમાસ દ્વારા ઈઝરાયલના આસ્કેલોન શહેર પર કરવામાં આવેલા ડ્રોન હુમલાનો છે. આ વીડિયોને ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના ચાલી રહેલા યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો તાજેતરમાં ઈઝરાયેલના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context