
હાલમાં ગુજરાત સહિતના તમામ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એક અધિકારી મિડિયાને ઈન્ટરવ્યુ આપતા-આપતા રડી પડે છે. તેમજ તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુખ્ય પ્રધાનના ઓએસડી અને તબીબી સહાયના વડા ઓમપ્રકાશ શેટ્ટે રડી પડ્યા હતા. મુંબઈ અને અન્ય શહેરોમાં, કોરોનાની સ્થિતિ નિયંત્રણની બહાર છે, લોકો મરી રહ્યા છે. મહારાષ્ટ્ર સંપૂર્ણ મૂંઝવણમાં છે.
પોસ્ટમાં દાવો : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના ઓએસડી અને તબીબી સહાયના વડા ઓમપ્રકાશ શેટ્ટે પત્રકારો સાથે વાત કરતા-કરતા રડી પડ્યા છે.
પડતાલ : ઓમપ્રકાશ ભાજપ શાસનકાળ દરમિયાન મુખ્યમંત્રી સહાયક સેલના વડા હતા, તેઓ હાલમાં ઠાકરે સરકાર દરમિયાન કોઈ સરકારી પદ સંભાળી રહ્યા નથી, તેથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો દાવો ખોટો છે.
Aalap Shukla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 સપ્ટેમ્બર 2020ના Gujarat Thoughts નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં કરવામાં આવ્યો હતો કે, હાલની કોરોનાની પરિસ્થિતિને લઈ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનના ઓએસડી અને તબીબી સહાયના વડા ઓમપ્રકાશ શેટ્ટે પત્રકારો સાથે વાત કરતા-કરતા રડી પડ્યા છે.
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
સૌપ્રથમ ઓમપ્રકાશ શેટ્ટે કોણ છે. તે જાણવું જરૂરી છે દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, ઓમપ્રકાશ શેટ્ટે દેવેન્દ્ર ફડણવી સરકારમાં ઓએસડી હતા ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી દરમિયાન માજલગાંવ પ્રદેશમાંથી ભાજપના સંભવિત ઉમેદવાર તરીકે ઓમપ્રકાશ શેટ્ટેના નામની ચર્ચા થઈ હતી. તેમણે ભાજપના ઉમેદવાર માટે પ્રચાર સભાઓ પણ કરી હતી. જો કે, કોંગ્રેસે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો કે સરકારી ફરજ પર હોવા છતા તેમણે ચૂંટણીઓમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો.
ફેક્ટ ચેક
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને લોકમત ન્યુઝ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી આ વિડિયો પ્રાપ્ત થઈ હતી. જેમાં માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “સારવારના અભાવે લોકો મરી રહ્યા છે, સામાન્ય માણસનો કોઈ વાલી નથી, સીએમ સહાયતા ભંડોળના ભૂતપૂર્વ વડા ઓમપ્રકાશ શેટ્ટે પત્રકાર પરિષદમાં બુમરાણ મચાવી હતી.”
ત્યારબાદ અમે ઓમપ્રકાશ શેટ્ટેનું ફેસબુક એકાઉન્ટ તપાસતા તેમાં પણ તેઓ પોતાની બાયોગ્રાફીમાં તેઓ પૂર્વ ઓસડી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

ઓમપ્રકાશ શેટ્ટે દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં એક પીઆઈએલ ફાઈલ કરવામાં આવી છે. જેમાં તેમણે કોરોનાના દર્દીઓને મહાત્મા જ્યોતિબા ફુલે જન આરોગ્ય યોજના અંતર્ગત મફતમાં સારવાર મળવી જોઈએ તેવી માંગણી કરી હતી. જેની સુનવણી કરી રહેલી બોમ્બે હાઈકોર્ટની ઓરંગાબાદ બેંચ દ્વારા રાજ્ય સરકારને નોટિસ મોકલવામાં આવી હતી. જે પીઆઈએલ 7 સપ્ટેમ્બર 2020ના ફાઈલ કરવામાં આવી હતી. ઘ હિન્દુ દ્વારા પ્રકાશિત અહેવાલમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી, તેમજ તેમાં પણ ઓમપ્રકાશ પૂર્વ ઓએસડી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.

ત્યારબાદ અમે અમારી પડતાલને વધૂ મજબૂત કરવા ઓમપ્રકાશ શેટ્ટેનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હું હાલમાં કોઈપણ સરકારી અધિકારીના પદ પર નથી. વર્ષ 2019માં જ્યારે સરકાર બદલાઈ હતી ત્યારે જ મારૂ પદ મે છોડી દિધુ હતુ. હાલમાં હું કોઈપણ રાજકિય પાર્ટી સાથે જોડાયેલ નથી. સામાન્ય લોકો કોરોનાના સંકટમાં જે રીતે પિલાઈ રહ્યો છે. તેનો અવાજ હું ઉઠાવી રહ્યો છુ. અને તેના માટે જ મે હાઈકોર્ટમાં પીઆઈએલ ફાઈલ કરી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઓમપ્રકાશ ભાજપ શાસનકાળ દરમિયાન મુખ્યમંત્રી સહાયક સેલના વડા હતા, તેઓ હાલમાં ઠાકરે સરકાર દરમિયાન કોઈ સરકારી પદ સંભાળી રહ્યા નથી, તેથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો દાવો ખોટો છે.

Title:શું ખરેખર મહારાષ્ટ્રમાં કોરોના સંકટથી સરકારી અધિકારીની આંખોમાં આંસુ આવી ગયા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
