Rakesh Devani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. *_મોહમંદ અલી રોડ મુંબઇ_* 👆આમાં કોઈ સોસીયલ ડિસ્ટન્સ નુ પાલન નથી મુંબઈ રેડઝોન હોટસપોટ કોરોના માટે છે એમાં છુટછાટ ના આ દરશય સામે આવ્યા હવે આમાં કોણ બચાવે કયો???? શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 10 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુંબઈના મોહમ્મદ અલી રોડ પરના આ દ્રશ્યો છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Serve sukkur Youth volunteers Task Force નામના પાકિસ્તાનની પેજ પર આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમને પાકિસ્તાન-યુકે બિઝનેસ કાઉન્સિલના વાઈસ ચેરમેને ઉસામા ખુરેશી દ્વારા તેમના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલું ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો ફૈઝલાબાદની માર્કેટનો વિડિયો છે. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ વિડિયોમાં 13 સેકેન્ડ પર ઉર્દુ ભાષામાં લખેલુ દુકાનનું એક બોર્ડ દેખાઈ છે. જેનુ ભાષાંતર કરતા તેનું નામ Aini shoes થાય છે. જે તમે નીચે જોઈ શકો છે.

ત્યારબાદ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે ગૂગલ પર aini shoes Faisalabad લખતા અમને જાણવા મળ્યુ કે, આ દૂકાન ન્યુ અનારકલી માર્કેટ ફૈઝલાબાદમાં આવેલી છે. જે તમે નીચે જોઈ શકો છો.

Google map

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈના મોહમ્મદ અલી રોડનો નહિં પરંતુ પાકિસ્તાનના ફૈઝલાબાદમાં આવેલી ન્યુ અનારકલી માર્કેટનો વિડિયો છે.

Avatar

Title:શું ખરેખર મુંબઈના મોહમ્મદ અલી રોડના આ દ્રશ્યો છે...? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False