શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ‘એમ્ફાન’ વાવાઝોડાનો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

TheGujaratkesari નામના ફેસબુક પેજ દ્વારા 20 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Cyclone Amphan  ને જોઈ લો કેવો જોરદાર નો પવન ફૂકાઈ રહ્યો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એમ્ફાન વાવાઝોડાનો છે. આ પોસ્ટને 27 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 28 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.05.27-19_59_23.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એમ્ફાન વાવાઝોડાનો છે કે કેમ?  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને dhakatribune.com દ્વારા 3 મે, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતા દ્રશ્યોના ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, 3 મે, 2019 ના રોજ ભારતના ઓરિસ્સા રાજ્યના ભુવનેશ્વરમાં આવેલા વાવાઝોડા દરમિયાન સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં ભારે વરસાદ અને ઈલેક્ટ્રિક વીજપોલ જોઈ શકાય છે.

image2.jpg

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર તમે અહીં જોઈ શકો છો. timesofindia.indiatimes.com

અમારી વધુ તપાસમાં અમને JIA NEWS MUMBAI દ્વારા પણ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોને 3 મે, 2019 ના રોજ યુટ્યુબ પર મૂકવામાં આવ્યો હતો. તેમાં પણ આ વીડિયો જગન્નાથપુરીમાં આવેલા ફેની વાવાઝોડાનો હોવાની માહિતી આપવામાં આવી હતી.

Archive

વધુમાં Hindustan Times દ્વારા પણ 3 મે, 2019 ના રોજ વીડિયોમાં દેખાતા એક દ્રશ્ય સાથે ટ્વિટર પર એવી માહિતી આપવામાં આવી હતી કે, ઓરિસ્સામાં આવેલા ફેની વાવાઝોડાનું આ દ્રશ્ય છે.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં આવેલા એમ્ફાન વાવાઝોડાનો નહીં પરંતુ એક વર્ષ પહેલા આવેલા ફેની વાવાઝોડાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં આવેલા એમ્ફાન વાવાઝોડાનો નહીં પરંતુ એક વર્ષ પહેલા આવેલા ફેની વાવાઝોડાનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ‘એમ્ફાન’ વાવાઝોડાનો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •