
Ashish Mehta નામના ફેસબુક યુઝર દ્વારા 13 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, भाजपा की पाकिस्तान मे पहली शाखा खुल चुकी है । भारत मे तो अक्सर ग़द्दार भारतीय पाकिस्तानी झंडे लहराते रहे है पर आज तबियत ख़ुश हो गई ये दृश्य देखकर ।. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાનનો છે. આ પોસ્ટને 591 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 27 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 567 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાનનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને News Wire નામના ફેસબુક પેજ પર આજ વીડિયો 30 માર્ચ, 2019 ના રોજ મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, “ભાજપના ઉમેદવાર સોફી યૂસુફે સંસદીય ચૂંટણી માટે દક્ષિણ કશ્મીરમાં અંનતનાગથી પોતાની ઉમેદવારી નોંધાવી.”
અમારી વધુ તપાસમાં અમને BJP Jammu & Kashmir ના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટની મુલાકાત લેતાં અમને 31 માર્ચ, 2019ના કરવામાં આવેલી ટ્વિટ મળી હતી, જેમાં ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વીડિયો સાથે એવું લખવામાં આવ્યું હતું કે, “ભીડ દ્વારા નારા લગાવવામાં આવી રહ્યા છે, અને અનંતનાગ સાસંદીય ક્ષેત્રના ઉમેદવાર શ્રી સોફી યૂસુફ તેમના હજારો સમર્થકો સાથે લોકસભા ચૂંટણી માટે તેમની ઉમેદવારી નોંધાવી રહ્યા છે.”

ઉપરોક્ત ફોટોમાં તમે ભાજપના ઉમેદવાર સોફી યૂસુફને જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાનનો નહીં પરંતુ દક્ષિણ કશ્મીરના અંનતનાગના ભાજપના ઉમેદવાર સોફી યૂસુફ સોફીના ઉમેદવારી પત્ર ભરે છે ત્યારનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાનનો નહીં પરંતુ દક્ષિણ કશ્મીરના અંનતનાગના ભાજપના ઉમેદવાર સોફી યૂસુફ સોફીના ઉમેદવારી પત્ર ભરે છે ત્યારનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:કાશ્મીરના અનંતનાગનો વીડિયો પાકિસ્તાનના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
