આંધ્રપ્રદેશમાં કોરોના પોઝિટિવ પિતાને પાણી પિવડાવતી દિકરીના વિડિયોને બંગાળ હિંસા સાથે જોડવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

પશ્ચિમ બંગાળ રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 2 મે, 2021ના રોજ જાહેર કરવામાં આવ્યુ હતુ. ત્યારથી, રાજ્યના વિવિધ ભાગોમાંથી રાજકીય પક્ષો વચ્ચે ઘર્ષણ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ક્યાંક એવા આક્ષેપો થઈ રહ્યા છે કે લોકોના જૂથે બીજા પક્ષના સમર્થકોને મારી નાખ્યા છે અને ક્યાંક પાર્ટી ઓફિસને બાળી નાખવાની ઘટનાઓ બની છે. જેના કારણે રાષ્ટ્રીય કક્ષાએ હંગામો મચી ગયો છે. આવી અથડામણોના ઘણા વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો બંગાળમાં ટીએમસીના કાર્યકરો દ્વારા ભાજપાના કાર્યકરો પર કરવામાં આવેલા હુમલાનો છે.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વાયરલ થયેલા વિડિયોને બંગાળ ચૂંટણી પછીની હિંસા સાથેના કોઈ સંબંધ નથી. વિડિયો પશ્ચિમ બંગાળનો નથી પરંતુ તે આંધ્રપ્રદેશનો છે જ્યાં એક પુત્રી મોટેથી રડતી જોવા મળી શકે છે કારણ કે તે પોતાના કોરોના પોઝિટિવ પિતાને પાણી આપવાનો પ્રયાસ કરવા પોતાની માતા સાથે સંઘર્ષ કરે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Nirav Kikani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો બંગાળમાં ટીએમસીના કાર્યકરો દ્વારા ભાજપાના કાર્યકરો પર કરવામાં આવેલા હુમલાનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામ પરથી અમને ઈન્ડિયા ટુડેનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર, શ્રીકાકુલમ જિલ્લાના કોય્યનાપેતા તાલુકાના જી સીગાડમ મંડળમાં રહેતા એસિરાનાઇડુ(50)એ તેમની પુત્રી અને પત્નીની સામે અંતિમ શ્વાસ લીધા હતા. વિજયવાડામાં મજૂર તરીકે કામ કરતા 50 વર્ષિય એસિરાનાઈડુ અને તેનો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો હતો. લોકડાઉનના ડર વચ્ચે તેઓએ તેમના વતનમાં પાછા ફરવાનું નક્કી કર્યું.

India Today | Archive

આગળ કીવર્ડની શોધની મદદથી અમને NDTVની યુટ્યુબ ચેનલ પર એક સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં શીર્ષકએ જણાવ્યું હતું કે, “આંધ્રમાં કોરોના પોઝિટીવ પિતાને એક પુત્રી પાણી આપવાની કોશિશ કરે છે, માતા દ્વારા અટકાવામાં આવે છે.” સમાચારમાં ઉલ્લેખ છે કે જ્યારે પરિવાર રવિવારે ગામ પહોંચ્યો હતો., તેમના માંદગી વિશે જાણતા ગામલોકોએ તેઓને ગામથી દૂર ખુલ્લા મેદાનમાં આવેલી ખાંચીની ઝૂંપડીમાં અલગ થવાનું કહ્યું. બાદમાં, પિતાની હાલત કથળી હતી અને તે તેની પુત્રી અને પત્નીની સામે જ મૃત્યુ પામ્યો હતો. વિડિયોમાં, પુત્રી મોટેથી રડતી જોઈ શકાય છે જ્યારે તેણી તેના કોરોના પોઝિટિવ પિતાને પાણી આપવા પ્રયાસ કરવા માટે પોતાની માતા સાથે સંઘર્ષ કરે છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ થયેલા વિડિયોને બંગાળ ચૂંટણી પછીની હિંસા સાથેના કોઈ સંબંધ નથી. વિડિયો પશ્ચિમ બંગાળનો નથી પરંતુ તે આંધ્રપ્રદેશનો છે જ્યાં એક પુત્રી મોટેથી રડતી જોવા મળી શકે છે કારણ કે તે પોતાના કોરોના પોઝિટિવ પિતાને પાણી આપવાનો પ્રયાસ કરવા પોતાની માતા સાથે સંઘર્ષ કરે છે.

Avatar

Title:આંધ્રપ્રદેશમાં કોરોના પોઝિટિવ પિતાને પાણી પિવડાવતી દિકરીના વિડિયોને બંગાળ હિંસા સાથે જોડવામાં આવી રહ્યો….

Fact Check By: Yogesh Karia 

Result: False