શું ખરેખર આ વિડિયો હિમાલય પર વિશેષ સૂર્યોદયનો છે…? જાણો શું છે સત્ય….

Missing Context આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોવા મળે છે કે, જૂદી-જૂદી દિશામાંથી પ્રકાશ આવતો જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં મણિદર્શનનો છે, જે હિમાલય પર સવારે 3.30 વાગ્યે થાય છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હિમાલયમાં થતા સુર્યોદયનો નહિં પરંતુ સ્વિડનમાં જોવા મળતી સનડોગ ઘટનાનો છે. હિમાલયનો વિડિયો નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ranjitbhil Bhil નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં મણિદર્શનનો છે, જે હિમાલય પર સવારે 3.30 વાગ્યે થાય છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વિડિયો યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. જે જાન્યુઆરી 2019ના અપલોડ કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “પેરાહેલિયો | સુંડોગ | સ્વીડન” આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.

તેમજ આ અંગે વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે એક યુઝર દ્વારા ડિસેમ્બર 2018માં યુટ્યુબ પર આ જ વિડિયો અપલોડ કર્યો હતો. વિડિયોના શીર્ષકમાં લખ્ય હતું, “Parahelio – Natural Phenomenon of Sweden,

ઉપરોક્ત ક્લુના આધારે અમે ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, સ્વીડિશ આકાશમાં વર્ષ 2017 અને 2019માં સમાન વિઝ્યુલ જોવા મળ્યા હતા. 

તેમજ આ વિડિયોના વાયરલ થયા બાદ નાસાએ જણાવ્યુ હતુ કે તે શું છે. નાસા અનુસાર, તેને સનડોગ કહેવામાં આવે છે, એટલે કે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં બરફના સ્ફટિકો પડે છે ત્યારે સૂર્યની વધારાની છબીઓ બનાવવામાં આવે છે.

નાસા દ્વાર વધુમાં જણાવ્યુ હતુ કે, આવું ત્યારે થાય છે જ્યારે ‘નિરીક્ષક પોતાને સૂર્યોદય અથવા સૂર્યાસ્તની નજીકના ઘણા બરફના સ્ફટિકો જેવા જ વિમાનમાં શોધે છે. આ સંરેખણ દરમિયાન, દરેક સ્ફટિક લઘુચિત્ર લેન્સની જેમ કાર્ય કરી શકે છે, સૂર્યપ્રકાશને આપણા દૃષ્ટિકોણમાં પ્રત્યાવર્તિત કરી શકે છે અને પેરેલિયા જેવી ઘટનાઓનું સર્જન કરી શકે છે.

ત્યારપછી અમે મણિદર્શન માટે સર્ચ કર્યું અને હિમાલયની પીર પંજાલ પર્વતમાળામાં આવેલા મણિમહેશ શિખર પર સૂર્યોદયના યુટ્યુબ પર ઘણા વિડિયો મળ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હિમાલયમાં થતા સુર્યોદયનો નહિં પરંતુ સ્વિડનમાં જોવા મળતી સનડોગ ઘટનાનો છે. હિમાલયનો વિડિયો નથી.

Avatar

Title:શું ખરેખર આ વિડિયો હિમાલય પર વિશેષ સૂર્યોદયનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context