Fake News: અમુલ ડેરીના દૂધમાં યુરિયા-ખાતર તથા ડિજરજન્ટ પાવડરનું નથી ભેળસેળ કરવામાં આવતુ… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આરોગ્ય કમિશ્નરને વર્ષ 2017માં કરવામાં આવેલી અરજીના લોકલ ન્યુઝ પેપરના ક્ટિંગને ખોટા સંદર્ભમાં અને ખોટા દાવા સાથે છેલ્લા પાંચ વર્ષથી વાયરલ કરવામાં આવી રહી છે.

હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં ગુજરાતની સૌથી મોટી ડેરી અમુલ ડેરી વિષે માહિતી આપવામાં આવી છે કે, “અમુલ ડેરીના દૂધમાં યુરિયા-ખાતર તથા ડિટરજન્ટ પાવડરની ભેળસેળ કરવામાં આવી રહ્યુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vashrambhai Ahir નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ફેબ્રુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમુલ ડેરીના દૂધમાં યુરિયા-ખાતર તથા ડિટરજન્ટ પાવડરની ભેળસેળ કરવામાં આવી રહ્યુ છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. પરંતુ આ પરિણામોમાં મને ક્યાંય પણ અમુલ દૂધમાં ભેળસેળ અંગેની માહિતી આપતો હોય તેવો કોઈ અહેવાલ પ્રાપ્ત થયો ન હતો. 

ત્યારબાદ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ફેસબુક પર આ જ ન્યુઝપેપર નું ક્ટિંગ 29 જૂન 2019ના ફેસબુક પર પ્રાપ્ત થયુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

https://www.facebook.com/permalink.php?story_fbid=204812553739399&id=190917428462245&__tn__=%2CO*F

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને ન્યુઝ પેપરનું ઓરિજનલ ક્ટિંગ પ્રાપ્ત થયુ હતુ. જે 09 જાન્યુઆરી 2018ના અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને આ અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, “સંજય બારોટ નામના પ્રતિનિધી દ્વારા ગાંધીનગરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશ્નરને સંજય બારોટ નામના વ્યક્તિ દ્વારા 29 નવેમ્બર 2017ના અરજી કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, અમુલ ડેરીના દૂધમાં ભેળસેળ કરવામાં આવી હતી જેની યોગ્ય તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી.” 

https://www.facebook.com/KamdhenuDugdhalay/posts/1687191147991012?__tn__=%2CO*F

તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે જયેન મહેતાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ભેળસેળનો રિપોર્ટ હાલમાં સામે આવ્યો નથી, અમૂલ કંપનીને બદનામ કરવા આ પ્રકારે ખોટા અહેવાલ સમાંયતરે વાયરલ કરવામાં આવતા હોય છે. આ તમામ ખોટા સમાચાર છે.” 

તેમજ આ પહેલા પણ અમૂલ કંપનીના નામે ઘણી ખોટી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેની પણ પડતાલ ગુજરાતી ફેક્ટ ક્રેસન્ડો દ્વારા કરવામાં આવી હતી. જે તમે આ લિંક પણ ક્લિક કરી જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આરોગ્ય કમિશ્નરને વર્ષ 2017માં કરવામાં આવેલી અરજીના લોકલ ન્યુઝ પેપરના ક્ટિંગને ખોટા સંદર્ભમાં અને ખોટા દાવા સાથે છેલ્લા પાંચ વર્ષથી વાયરલ કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: અમુલ ડેરીના દૂધમાં યુરિયા-ખાતર તથા ડિજરજન્ટ પાવડરનું નથી ભેળસેળ કરવામાં આવતુ… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False