શું ખરેખર ત્રણ જ દિવસમાં પથરી અને એક દિવસમાં શરીરની ગાંઠ થશે દૂર…? જાણો શું છે સત્ય…

રાજકીય I Political

Padhiyar Shambhu નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, તુરિયા ત્રણ દિવસમાં પથરી અને એક દિવસમાં ગમે એવી ગાંઠ દુર કરી શકે છે આ માહિતી વધુમાં વધુ શેર કરો.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 21 જેટલા લોકોએ લાઈક કરી હતી. તેમજ 238 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.06.20-20-54-35.png

Facebook Post| Archive |Photo Archive | Article Archive

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે આર્ટિકલને ધ્યાનથી વાંચતા અમને માલૂમ પડ્યું હતું કે  આર્ટિકલમાં એવું લખેલું છે કે, તુરિયા ત્રણ દિવસમાં પથરી અને એક દિવસમાં ગમે એવી ગાંઠ દૂર કરી શકે છે. હવે ખરેખર આ માહિતીમાં કેટલી સત્યતા છે તે જાણવી જરૂરી જણાતાં અમે સૌ પ્રથમ ગુગલ પર તુરિયાના ફાયદા લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.20-21-14-31.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેના કોઈ પરિણામ અમને પ્રાપ્ત થયા ન હતા, પરંતુ અન્ય વેબ પેજ દ્વારા પણ ઉપરોક્ત આર્ટિકલની જેમ જ માહિતી મૂકવામાં આવી છે. પરંતુ  ખરેખર આ પ્રકારે તુરિયાથી 3 દિવસમાં પથરી અને એક દિવસમાં ગમે એવી ગાંઠ મટી જાય એ અંગે અમને કોઈ સચોટ માહિતી પ્રાપ્ત થઈ ન હતી., ત્યાર બાદ યુ ટ્યુબ પર કોઈ વ્યક્તિ દ્વારા આ પ્રકારે માહિતી મૂકવામાં આવી હાય તો તેની તપાસ માટે અમે યુ ટ્યુબ પર તુરિયાના ફાયદા લખતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.  

screenshot-www.youtube.com-2019.06.20-21-22-30.png

ARCHIVE

ઉપરોકત પરિણામોમાં પણ અમને ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી તપાસને આગળ વધારી અને આ અંગે આયુર્વેદમાં ક્યાંય આ પ્રકારનો ઉપચાર દર્શાવવામાં આવ્યો છે કે કેમ તે જાણવા અમે આયુર્વેદ નિષ્ણાત ડૉ. કાકેશ પ્રજાપતિ સાથે આ અંગે વાત કરતાં તેમણે અમને જણાવ્યું હતું કે, તુરિયાના સેવનથી કે પછી તેના ઉપયોગ દ્વારા 3 દિવસમાં પથરી અને એક જ દિવસમાં ગમે એવી ગાંઠ મટી જાય એવો કોઈ ઉપચાર હજુ સુધી આયુર્વેદમાં શોધાયો નથી. કદાચ કોઈ માણસને આ પ્રકારે કરવાથી પરિણામ મળ્યું હોય, જો આવું બન્યુ પણ હોય તો પણ એવું તો ના જ કહી શકાય કે આ પ્રકારે બધાને પરિણામ મળે જ…!”

2019-06-20.png

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ તુરિયાના સેવન કે ઉપયોગથી 3 દિવસમાં પથરી અને એક દિવસમાં ગમે એવી ગાંઠ મટી જાય એવી માહિતી અમને ક્યાંય જોવા મળી  હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે કારણ કે આયુર્વેદમાં તુરિયાના સેવન કે ઉપયોગથી 3 દિવસમાં પથરી અને એક દિવસમાં ગમે એવી ગાંઠ મટી જાય એ વાત શક્ય નથી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ત્રણ જ દિવસમાં પથરી અને એક દિવસમાં શરીરની ગાંઠ થશે દૂર…? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False