જાણો જીતુ વાઘાણીના પુત્રને ચોરી કરતા પકડનાર શિક્ષકની સત્યતા…..

રાજકીય I Political

ગત તારીખ 3 એપ્રિલના સંદિપ પટેલ નામના ફેસબુક યુસર દ્રારા *બ્રેકીંગ ન્યુઝ.*જીતુ વાઘાણીના છોકરાને પરીક્ષામાં ચોરી કરતા પકડનાર ભાવનગર યુનિવર્સીટીના પરીક્ષા સ્કોડ અધિકારી શ્રીમતી. વર્ષાબા ગોહિલ ને ફરજમાં બેદરકારીના કારણ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા..* *બોલો ભારતમાતા કી જય* લખાણ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યો હતો જેમાં લખ્યુ હતુ કે ચૂંટણીમાં ભાજપને ફટકો ન પડે તે માટે કોપી પ્રકરણ દબાવી દોઆ પોસ્ટ 71 લોકો એ પોતાની પ્રતિક્રિયા આપી હતી, 4 લોકોએ પોતાનો મંતવ્ય રજૂ કર્યા હતા જયારે 31 લોકોએ તેને શેર કરી હતી.

ઉપરોક્ત પોસ્ટ અંગે સત્યતા જાણવી ખૂબ જ જરૂરી હતી, તેથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી અને સૌ પ્રથમ આ પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો હતો કે જીતુ વાઘાણીના છોકરાને પરીક્ષામાં ચોરી કરતા પકડનાર ભાવનગર યુનિવર્સિટીના પરીક્ષા સ્કોડ અધિકારી શ્રીમતી વર્ષાબા ગોહિલને ફરજમાં બેદરકારીના કારણ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા

અંગે જાણવા પ્રયત્ન કર્યો હતો અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વાઈસ ચાન્સિલર ડો. એમ.ડી.ચાવડાનો સંપર્ક કર્યો હતો અને ઉપરોક્ત પોસ્ટ અંગે પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, આ વાત સંદતર ખોટી છે, હાલ પણ તે સુપરવાઈઝર પરીક્ષામાં સુપરવાઈઝિંગ કરે છે. અને તે વિઝિટિંગ ફેક્લટી છે. તેમને સસ્પેન્ડ કરવાની વાત સંદતર ખોટી છે. : ડો.એમ.ડી.ચાવડા

ત્યાર બાદ પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો હતો કે, ચૂંટણીમાં ભાજપને ફટકો ન પડે તે માટે કોપી પ્રકરણ દબાવી દો, તે અંગેની પડતાલ કરતા અમને જેમનો પુત્ર ચોરી કરતા પકડાયો હતો, તે જીતુ વાઘાણીની પ્રતિક્રયા ટીવીનાઈનની વેબસાઈટ પરથી મળી હતી જેમાં તેમણે સ્વિકાર્યુ હતુ કે તેમને પુત્ર ચોરી કરતા પકડાયો છે, ત્યાર બાદ અન્ય એક બીબીસી.કોમ નામની વેબસાઈટ પરના ઈન્ટરવ્યુમાં આ મામલાને દબાવી દેવા યુનિવર્સિટીના સતાધીશો પર દબાણ કરવામાં આવ્યુ હોવાની વાતને જીતુ વાઘાણીએ ખોટી ગણાવી હતી.

BBC  | ARCHIVE LINK, TV9 | TV9 ARCHIVE LINK

પોતાના દિકરાએ પરીક્ષામાં કરેલી ચોરી અંગે જીતુ વાઘાણીએ મિડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યુ હતુ કે, તેમના દ્રારા આ વાતને બદાવવા કોઈ પ્રયત્ન કરવામાં આવ્યા નથી…ચાર મિનિટ સુધી આ અંગે મિડિયા સાથે

ARCHIVE LINK

પરિણામ

ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલ તપાસ કાર્યવાહીમાં ખોટી સાબીત થાય છે.પોસ્ટમાં કરવામાં આવેલા દાવો કે સુપરવાઈઝર શ્રીમતી વર્ષાબા ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવી હોવાની વાત ખોટી સાબીત થઈ છે, અને આ કેસને દબાવી દેવાની વાત પણ ખોટી સાબીત થાય છે.

છબીઓ : ગૂગલના માધ્યમથી

Avatar

Title:જાણો જીતુ વાઘાણીના પુત્રને ચોરી કરતા પકડનાર શિક્ષકની સત્યતા…..

Fact Check By: Frany Karia 

Result: False