
ફેસબુક પર “Like of our India” નામના પેજ દ્વારા 31 માર્ચના રોજ 2.12 મિનિટનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં “અંબાજી મંદિરમા બે આતંકીઓ ઘૂસ્યા એક ને મારી નાખેલ એક જીવતો પકડયો” આ માહિતી જણાવવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરી ગયો હતો તેમજ આ વીડિયોને 2000 વ્યક્તિઓએ જોયો હતો, જ્યારે 1200 વ્યક્તિઓએ આ વીડિયોને લાઈક કર્યો હતો અને 97 વ્યક્તિઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા….
હકીકતોનું વિશ્લેષણ

લિંક | Archived Link |
આ વીડિયો જોયા બાદ તેની પડતાલ/તપાસ-કાર્યવાહી કરવી જરૂરી હતી તેથી સૌપ્રથમ અમે યૂટ્યૂબ પર આ વીડિયો શોધવા અમે “ambaji mandir aatankwadi” સર્ચ કરતા અમને ઘણા પરિણામો મળ્યા હતા. જેમાં સ્થાનિક રિપોર્ટર તેમજ ન્યૂઝ ચેનલ દ્વારા ઉપરોક્ત વીડિયો શેર કરવામાં આવ્યો હતો અને અંબાજી મંદિરમાં આતંકી ઘૂસ્યાની અને એક આતંકવાદીને પોલીસે જીવતો પકડ્યો હોવાનું પણ જણાવાયું હતું, પરંતુ વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે આ એક મોકડ્રિલ છે.



લિંક-1 | Archived Link |
લિંક-2 | Archived Link |
લિંક-3 | Archived Link |
આ વીડિયોની વધુ પડતાલ/તપાસ-કાર્યવાહી કરવી જરૂરી હતી, તેથી આ અંગે અમે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલે સાથે વાત કરી હતી અને ઉપરોક્ત પોસ્ટ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ દ્વારા આ મોકડ્રિલ કરવામાં આવી હતી અને મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખી અલગ-અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા સમાંયતરે આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવતું હોય છે.

બાદમાં ઉપરોક્ત પોસ્ટ અંગે અમે જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજૂળ સાથે વાત કરી તો તેમણે અમને જણાવ્યું હતું કે, કોઈપણ સમયે આતંકી હુમલા કે તેવા બનાવને પહોંચી વળવા માટે પોલીસ દ્વારા સમયાંતરે તાલીમના ભાગરૂપે મોકડ્રિલનું આયોજન કરવામાં આવતું હોય છે, તાજેતરમાં 30 માર્ચના રોજ આ પ્રકારની મોકડ્રિલ યોજવામાં આવી હતી, જેમાં સાવચેતી રાખી લોકોને બચાવી અને કયા પ્રકારે આતંકવાદીને જીવતો પકડવો તે અંગેનું આયોજન મોકડ્રિલમાં કરવામાં આવ્યું હતું અને આ રીતે મોકડ્રિલના આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું.

પરિણામ
આમ, ઉપરોકત પોસ્ટ અમારી પડતાલ/તપાસ-કાર્યવાહીમાં ખોટી સાબિત થઈ છે, બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં કોઈ આતંકી હુમલો થયો ન હતો પરંતુ સ્થાનિક પોલીસની અલગ-અલગ એજન્સીઓ દ્વારા સુરક્ષાના ભાગરૂપે સમયાંતરે મોકડ્રિલનું આયોજન કરવામાં આવતું હોય છે અને 30 માર્ચના રોજ આ જ પ્રકારે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
છબીઓ સૌજન્ય: ગૂગલ
