આ વીડિયો વર્ષ 2022ની મુલાકાત દરમિયાનનો છે, મુખ્યમંત્રી નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવને તેમના ઘરે મળવા ગયા હતા તે સમયનો વીડિયો હાલમાં ખોટી માહિતી સાથે વાયરલ.


બિહારમાં 2025ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં નીતિશ કુમાર દ્વારા લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરવામાં આવી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં નીતિશ કુમાર દ્વારા લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરવામાં આવી.


Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઓટીવી ન્યુઝ દ્વારા 5 સપ્ટેમ્બર 2022ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પટનામાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને મળ્યા હતા.


તેમજ અમને ANIના ટવિટર હેન્ડલ પર વર્ષ 2022માં બંને નેતાઓની મુલાકાતની તસવીરો પણ મળી. 5 સપ્ટેમ્બર 2022ના રોજ અપલોડ કરાયેલી આ તસવીરો સાથે માહિતી આપવામાં આવી હતી કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને તેમના ઘરે મળ્યા હતા. તે દરમિયાન ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને રાબડી દેવી પણ હાજર હતા.


Archive

તેજસ્વી યાદવના ટવિટર હેન્ડલ પર 5 સપ્ટેમ્બર 2022ની મીટિંગની તસવીરો પણ મળી. ચાર તસવીરો પોસ્ટ કરીને તેજસ્વીએ લખ્યું હતું કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.


પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો વર્ષ 2022ની મુલાકાત દરમિયાનનો છે, મુખ્યમંત્રી નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવને તેમના ઘરે મળવા ગયા હતા તે સમયનો વીડિયો હાલમાં ખોટી માહિતી સાથે વાયરલ.



Claim Review :   હાલમાં નીતિશ કુમાર દ્વારા લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત કરવામાં આવી.
Claimed By :  Social media users
Fact Check :  MISLEADING