બસ અકસ્માતનો આ વીડિયો સાપુતારાનો નથી, પરંતુ ઈન્ડોનેશિયાનો છે… જાણો શું છે સત્ય….
ગુજરાતના હિલ સ્ટેશન પર હાલ વરસાદની સિઝનમાં સહેલાણીઓ ખૂબ ફરવા જઈ રહ્યા છે. આ વચ્ચે એક બસ અકસ્માતે ખાઈમાં ખાબકી હતી. જેમાં બસની અંદર પેસેન્જર દ્વારા આ અકસ્માતનો લાઈવ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વચ્ચે વધુ એક બસ અકસ્માતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાપુતારામાં વધુ એક બસના અકસ્માતનો આ વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 24 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સાપુતારામાં વધુ એક બસના અકસ્માતનો આ વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોયો તો અમને RPM ચેનલનો વોટર માર્ક જોવા મળ્યો હતો. જે ક્લુના આધારે સર્ચ કરતા અમને 16 જૂન 2019ના આ વીડિયો આરપીએમ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. આ અકસ્માતનો સંપૂર્ણ વીડિયો આ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે,
અકસ્માતનું સ્થાન: Sitinjau lauik, Padang
રવિવાર, જૂન 16, 2019, સમય: બપોરે 2:30 કલાકે
મૂળ વીડિયો રેકોર્ડ કરેલ અને તેની માલિકી: રિકી પુટેરા મિનાંક
તેમજ આ વીડિયો સાથે વધુ માહિતી આપવામાં આવી હતી કે, “ધ મેદાન ટૂર બસ એક જૂથને પડાંગ તરફ લઈ જઈ રહી હતી પરંતુ સિટીનજાઉ લૌઇકના વંશમાં તેની બ્રેક ફેઈલ થઈ ગઈ. તે સિટીનજાઉ રોડ પર દિવાલ સાથે અથડાઈ અને પરટેમિના ટાંકી ટ્રકના 2 યુનિટ. અલહમદુલિલાહ, કોઈ જાનહાનિ નહીં માત્ર થોડી ઈજાઓ થઈ હતી."
તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, પડાંગ એ ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રા પ્રાંતની રાજધાની છે.
તેમજ વધુ સર્ચ કરતા અમને ગૂગલ સ્ટ્રીટ વ્યુમાં અકસ્માતનું સ્થળ પ્રાપ્ત થયુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ ઈન્ડોનેશિયાની સ્થાનિક વેબસાઈટ દ્વારા પણ આ જ માહિતી સાથેનો અહેવાલ તેમની વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ગુજરાતના સાપુતારામાં થયેલા અકસ્માતનો આ વીડિયો નથી, આ વીડિયો આ જથી પાંચ વર્ષ પહેલા ઈન્ડોનેશિયામાં થયેલા અકસ્માતનો છે. ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:બસ અકસ્માતનો આ વીડિયો સાપુતારાનો નથી, પરંતુ ઈન્ડોનેશિયાનો છે... જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: False