Scripted video: મહિલા ટ્રાફિક પોલીસ અધિકારી સાથેના ગેરવર્તનમાંની ઘટનાનો આ વીડિયો સત્ય નથી… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

લોકોમાં જાગૃતી ફેલાવવા માટેનો આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. નાટ્યરૂપાંતરીત આ ઘટના સોશિયલ મીડિયામાં ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, જેમાં જોવા મળે છે એક કાર ચાલક મહિલા ટ્રાફિક પોલીસ અધિકારી સાથે ગેરવર્તન કરતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વીડિયો માંની મહિલા ટ્રાફિક પોલીસ અધિકારી સાથેના ગેરવર્તનની ઘટના સત્ય છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

S Goriya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 ઓકટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વીડિયો માંની મહિલા ટ્રાફિક પોલીસ અધિકારી સાથેના ગેરવર્તનની ઘટના સત્ય છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 3rd Eye નામની યુટ્યુબ ચેનલમાં આ ઓરિજનલ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેના શિર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “જુઓ આ શખ્સે લેડી ઓફિસર સાથે શું કર્યું | કાયદાના અમલીકરણને આદર આપવાનું મહત્વ.” 

તેમજ સંપૂર્ણ વીડિયો જોયા બાદ અમને વીડિયોના અંતમાં એક ડિસ્કલેમર પ્રાપ્ત થયુ હતુ. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટનામાં કોઈ સત્યતા નથી, આ સ્ક્રિપ્ટેડ વીડિયો છે. જે તમે નીચે વાંચી શકો છો.

આ પહેલા પણ સોશિયલ મીડિયા આ પ્રકારની ઘટનના વીડિયો વાયરલ થયા હતા, જેની પડતાલ પણ ફેક્ટક્રેસન્ડોની ગુજરાતી ટીમ દ્વારા કરવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, લોકોમાં જાગૃતી ફેલાવવા માટેનો આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. નાટ્યરૂપાંતરીત આ ઘટના સોશિયલ મીડિયામાં ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Scripted video: મહિલા ટ્રાફિક પોલીસ અધિકારી સાથેના ગેરવર્તનમાંની ઘટનાનો આ વીડિયો સત્ય નથી… જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False