
Abtak Media નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 15 લોકોઓ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભાવનગરમાં આવેલા માળનાથ મંદિરનો આ નજારો છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ/કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર અને યુ-ટ્યુબ પર આ અંગે સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.


ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો પ્રમાણેનો નજારો ભાવનગરના મળનાથ મંદિરની આસપાસ હોવાનું જાણવા મળ્યુ ન હતુ. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોને ધ્યાનથી જોતા અમને મંદિર હોવાનું જાણવા મળ્યુ હતુ. તે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત વિડિયો બાદ અમે ગૂગલ ‘श्री मालेश्वर तीर्थ क्षेत्र का विडिओ’ પર લખતા અમને ઉપરોક્ત પોસ્ટને મળતો વિડિયો પ્રાપ્ત થયો હતો. જે રત્નાગિરીનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, આ વિડિયો ગુજરાતનો નહીં પરંતુ રત્નાગિરીનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો નહીં પરંતુ રત્નાગિરીનો છે.

Title:શું ખરેખર ગુજરાતના ભાવનગરમાં આ મંદિર આવેલુ છે…? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
