
Alpesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓગષ્ટ, 2019 ના રોજ Hardik Patel Fans Club નામના ગ્રુપમાં એક ફોટો પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ડો.એ.પી.જે.અબ્દુલ કલામ, મિસાઈલ મેન ના બાળપણ નો ફોટો. આ પોસ્ટમાં મૂકેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફોટોમાં દેખાતો છોકરો ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 165 લોકોએ લાઈક કરી હતી. 10 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે કરવામાં આવેલા દાવા મુજબ ફોટોમાં દેખાતો છોકરો ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ છે કે કેમ? તે જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને ધ હિન્દુ દ્વારા 20 ફેબ્રુઆરી, 2011 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેને ધ્યાનથી વાંચતાં અમને માલૂમ પડ્યું હતું કે, આ ફોટો ધ હિન્દુના એક જાણીતા ફોટો જર્નાલિસ્ટ એમ.સુભાષ દ્વારા લેવામાં આવ્યો હતો. અને આનો ઓરિજીનલ ફોટો કલરમાં છે જેને ફોટોશોપ દ્વારા એડિટ કરીને અબ્દુલ કલામનો નાનપણનો ફોટો હોવાની ખોટી માહિતી સાથે શેર કરવામાં આવ્યો છે. તેમજ ફોટોમાં છોકરો જે સાયકલ પર બેઠો છે એ સાયકલ પણ નવા જમાનાની છે જે તમે ફોટોમાં જોઈ શકો છો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

નીચે તમે ઓરિજીનલ ફોટો જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનો બાળપણનો ફોટો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનો બાળપણનો ફોટો નથી.
છબીઓ સૌજન્ય :ગુગલ

Title:શું ખરેખર ફોટોમાં દેખાતો સાયકલ પર પેપર વેચતો છોકરો અબ્દુલ કલામ છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
