સ્ક્રિપ્ટેડ વીડિયોનો ફોટો લઈ અને તેને ખોટા દાવા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી અને વૃદ્ધ વ્યક્તિને હાર પહેરાલા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં જોવા મળતી યુવતી અને વૃદ્ધ વ્યક્તિ પિતા-પુત્રી છે જેને લગ્ન કરી લીધા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફોટોમાં જોવા મળતી યુવતી અને વૃદ્ધ વ્યક્તિ પિતા-પુત્રી છે જેને લગ્ન કરી લીધા છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને 8 મિનિટના એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જે વીડિયોમાં આપણે આ જ પુરુષ અને છોકરીને જોઈ શકીએ છીએ. આ વીડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, 17 વર્ષની ગોલ્ડન ગર્લના લગ્ન 62 વર્ષના પુરુષ સાથે થયા.

તેમજ વીડિયોમાં 0:38 સેકેન્ડ પર, અસ્વીકરણમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ વીડિયો માત્ર મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવ્યો છે.

ડિસ્ક્લેમરમાં લખવામાં આવ્યુ હતુ કે, “આ વીડિયોમાં બનાવેલી ઘટના માત્ર મનોરંજનના હેતુઓ માટે જ ધ્યાનમાં લેવી જોઈએ. આ વીડિયોમાં દર્શાવેલ તમામ વ્યક્તિઓ પાસેથી પરવાનગી લેવામાં આવી છે,”

આ યુટ્યુબ ચેનલ પર અમને ‘ગોલ્ડન ગર્લ’ના અન્ય વિડીયો જોવા મળ્યા. તમે તેમને અહીં તપાસી શકો છો. આ ચેનલ વિવિધ વિષયો પર સ્ક્રિપ્ટેડ વીડિયો બનાવવા માટે જાણીતી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ તસવીર સ્ક્રિપ્ટેડ વીડિયોમાંથી લેવામાં આવી છે. વૃદ્ધ પિતાએ પોતાની પુત્રી સાથે લગ્ન કર્યા હોવાનો કિસ્સો નહોતો. સ્ક્રિપ્ટેડ વીડિયો સંદર્ભની બહાર અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:પિતા-પુત્રી દ્વારા લગ્ન કરવામાં આવ્યા હોવાનો આ મેસેજ નકલી છે.... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Misleading