
Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હવે જામનગર મા આવી ગઈ બેટરી વારી મોટર સાઈકલ કોઈ પણ મોટર સાયકલ માં થી બનાવો માત્ર ૮૦૦૦/ મા સમ્પર્ક કરો સહૈઝાદ ભાઈ 8866633307” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 911 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 116 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7100 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોઈપણ મોટર સાઈકલને બેટરીવારી બનાવવાનું કામ જામનગરમાં શરૂ થઈ ગયુ છે. માત્ર 8000 રૂપિયામાં આ બાઈક બનાવી આપવામાં આવી છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “જામનગરમાં પેટ્રોલ બાઈક માંથી બેટરીવારી બાઈક બનાવવાનું શરૂ“ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે,ઉપરોક્ત પરિણામો પરથી અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી,માહિતી પ્રાપ્ત ન હતી. તેથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્,પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટો મુજબની બાઈક પંજાબમાં બનાવવામાં આવી હતી. જે સમાચારને ગાડીવાડી.કોમ નામની વેબસાઈટ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. તે તમે નીચે વાંચી શકો છો.

ઉપરોક્ત પરિણામો બાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા મોબાઈલ નંબર પર સંપર્ક સાધતા સામા પક્ષે રહેલા સૈહઝાદ નામના વ્યક્તિ સાથે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “કોઈ વ્યક્તિ દ્વારા ખોટી રીતે ફેસબુકમાં મારો નંબર નાખી દિધો છે. જેના કારણે હું ખૂબ જ પરેશાન છું. મારે નંબર બંધ કરી દેવાનો વારો આવ્યો છે.“
ત્યારબાદ અમે જામનગરના ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલો લોકો સાથે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ બાઈક હાલમાં જામનગરમાં નથી બની રહ્યુ. તમે જે વાત કરી રહ્યા છો. તે સાવ ખોટી છે.“
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પ્રકારે બાઈક બનાવવાનું કોઈ કામ ગુજરાતમાં નથી થઈ રહ્યુ. તેમજ પોસ્ટમાં જે વ્યક્તિનો નંબર શેર કરવામાં આવ્યો છે. તેને પણ આ વાતને નકારી છે.

Title:શું ખરેખર બેટરીવારી બાઈક બનાવવાનું જામનગરમાં શરૂ થઈ ગયું….?જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
