શું ખરેખર ટ્રાફિકના દંડની વસૂલાત માટે પોલીસ દ્વારા વ્યક્તિને માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Hanif Modan‎ નામના ફેસબુક યુઝર દ્વારા 15 સપ્ટેમ્બર,2019   ના રોજ I Support Namo નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Desh fir ek bar Gulami ki aur. જ્યારે મૂળ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, वाहन जुर्माना बड़ा कर ग़रीब लोगों की इज्जत से खेला जा रहा है ऐसे कानून से पुलिसकर्मी अपने आप को राजा समझने लगे अंग्रेज फरमान चलाया जा रहा है इसे जल्द ही रोका जाए नही तो ऐसा होगा की पुलिस वाले लोग किसी की खून ही न कर दे!  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર દ્વારા વાહનોનો દંડ વધારીને ગરીબ લોકો સાથે પોલીસકર્મીઓ દ્વારા અંગ્રેજો જેવો ક્રૂર વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટને 100 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 16 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 88 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.19-18_20_43.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે પોલીસ દ્વારા આ પ્રકારે કોઈ વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે સૌપ્રથમ અમે વીડિયોના એક સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.09.19-18_39_48.png

Archive

ઉપરના પરિણામોમાં અમને newpowergame.com દ્વારા 14 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, છત્તીસગઢના મુંગેલીમાં શરાબના નશામાં હંગામો કરતા એક યુવકને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-newpowergame.com-2019.09.19-18_44_27.png

Archive

ઉપરોક્ત સમાચારને kalapila.com દ્વારા પણ 14 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.kalapila.com-2019.09.19-18_53_16.png

અમારી વધુ તપાસમાં Swaraj Express દ્વારા પણ આ બનાવ અંગેના વીડિયો સમાચાર 14 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વાહનોનો દંડ વસૂલવા માટે પોલીસ દ્વારા આ પ્રકારે મારપીટ કરવામાં આવી છે એવું ક્યાંય સાબિત થતું નથી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વાહનનો દંડ વસૂલવા માટે નહીં પરંતુ વીડિયોમાં દેખાતો વ્યક્તિ શરાબના નશામાં હંગામો કરતો હોવાથી પોલીસ દ્વારા તેને માર મારવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વાહનનો દંડ વસૂલવા માટે નહીં પરંતુ વીડિયોમાં દેખાતો વ્યક્તિ શરાબના નશામાં હંગામો કરતો હોવાથી પોલીસ દ્વારા તેને માર મારવામાં આવ્યો છે. આ ઘટનાને નવા ટ્રાફિક નિયમો સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ટ્રાફિકના દંડની વસૂલાત માટે પોલીસ દ્વારા વ્યક્તિને માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False