શું ખરેખર જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાનો એક પોઝિટીવ કેસ નોંધાયો છે…? જાણો શું છે સત્ય…

Coronavirus False રાષ્ટ્રીય I National સામાજિક I Social

M R Chauhan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. Jamnagar ma ak posivetiv korona g g hospital live શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાનો એક પોઝિટીવ કેસ નોંધાયો છે.” 

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ “ગુજરાતમાં કોરોના કેસ” પર લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને દિવ્યભાસ્કરનો તારીખ 28 માર્ચ 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. તેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાતમાં આજ દિન સુધી 53 લોકોના કેસ પોઝિટીવ આવ્યા છે. તેમાં અમદાવાદમાં 18, વડોદરામાં 9, રાજકોટ 8, ગાંધીનગરમાં 8, સુરતમાં 7, ભાવનગરમાં 1, કચ્છમાં 1, મહેસાણામાં 1 કેસ પોઝિટીવ આવ્યો છે.” જેમાં જામનગરમાં પોઝિટીવ કેસ આવ્યા હોવાનું ક્યાંય પણ જણાવવામાં આવ્યુ ન હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

DIVYABHASKAR | ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને મજબૂત કરવા અમે જામનગર જી.જી.હોસ્પિટલના તબિબી અધિક્ષક નંદનીબેન દેસાઈ જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “જામનગરમાં આજ દિન સુધી કોરોનાનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. જે વિડિયો છે તે છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મિડિયામાં ફરે છે. પરંતુ જામનગરમાં કોરોનાનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, જામનગરમાં તારીખ 28 માર્ચ સુધી કોરોનાના એકપણ પોઝિટીવ કેસ નોંધાયા નથી. લોકોમાં ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાનો એક પોઝિટીવ કેસ નોંધાયો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False