તમામ સ્ક્રિનશોટ લોકસભા 2019 દરમિયાન બહાર પાડવામાં આવેલા કોંગ્રેસના મેનિફેસ્ટો સાથે સંબંધિત છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે જાહેર કરેલા મેનિફેસ્ટોમાં આ બાબતોનો ઉલ્લેખ કર્યો નથી.

હાલમાં કેટલીક ટીવી પ્લેટોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસે તેના 2024ના મેનિફેસ્ટોમાં કલમ 370 નાબૂદ કરવાનું, દેશદ્રોહની કલમ 124A હટાવવા, નાગરિકતા સંશોધન બિલને હટાવવા, કાશ્મીરમાં આર્મી-સીઆરપીએફની સંખ્યા ઘટાડવા અને AFSPAમાં ફેરફાર કરવાનું વચન આપ્યું છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિય મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 09 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોંગ્રેસે તેના 2024ના મેનિફેસ્ટોમાં કલમ 370 નાબૂદ કરવાનું, દેશદ્રોહની કલમ 124A હટાવવા, નાગરિકતા સંશોધન બિલને હટાવવા, કાશ્મીરમાં આર્મી-સીઆરપીએફની સંખ્યા ઘટાડવા અને AFSPAમાં ફેરફાર કરવાનું વચન આપ્યું છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વાયરલ સ્ક્રિનશોટને ધ્યાનથી જોયો તો અમને બ્રેક્રિંગ પ્લેટની નીચેના સ્ક્રોલમાં “સંઘ કાર્યાલય માટે ફરીથી સુરક્ષા વ્યવસ્થા થવી જોઈએ: સીએમ કમલનાથ” લખેલુ વંચાય છે. જો કે કમલનાથે માર્ચ 2020માં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. જેથી શંકા થાય છે કે આ સ્ક્રીનશોટ જૂના છે.

તેમજ અમારી પડતાલને અમે આગળ વધારી અને કોંગ્રેસના લોકસભા 2024ના મેનિફેસ્ટોની શોધ કરી. જે સંપૂર્ણ મેનિફેસ્ટોમાં ક્યાંય પણ કલમ 370, કલમ 124A, નાગરિકતા સંશોધન કાયદો, AFSPA અથવા કાશ્મીરમાં સેના ઘટાડવાની કોઈ વાત નથી. જો કે, આ મેનિફેસ્ટોમાં એવું કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.
તો પછી આ પ્રકારે કોંગ્રેસ દ્વારા કોઈ ઘોષણા કરવામાં આવી છે કે કેમ તે તપાસવા અમે કોંગ્રેસના 2019ના ઘોષણા પત્રની શોધ કરી હતી, જેમાં વાયરલ પોસ્ટમાં શેર કરવામાં આવેલી વસ્તુઓનો ઉલ્લેખ કોંગ્રેસના 2019ના મેનિફેસ્ટોમાં કરવામાં આવ્યો હતો.

1) કોંગ્રેસના 2019ના મેનિફેસ્ટોની કલમ 37માં જણાવવામાં આવ્યુ છે: “37 જમ્મુ અને કાશ્મીર: 26 ઓક્ટોબર, 1947ના રોજ ‘ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન’ પર હસ્તાક્ષર થયા ત્યારથી કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરમાં વિકાસની સાક્ષી છે. કોંગ્રેસ પુનરોચ્ચાર કરે છે કે સમગ્ર જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અમે રાજ્યના અનોખા ઈતિહાસ અને અનોખા સંજોગોનો પણ આદર કરીએ છીએ કે જેના હેઠળ રાજ્ય ભારતમાં પ્રવેશ્યું, જેના કારણે ભારતના બંધારણમાં કલમ 370નો સમાવેશ કરવામાં આવ્યો. “આ બંધારણીય પદને બદલવા માટે ન તો કોઈ પરવાનગી આપવામાં આવશે, ન તો આવો કોઈ પ્રયાસ કરવામાં આવશે.”
Congress_hindi2019_3716f469802 એપ્રિલ 2019ના રોજ ઝી ન્યૂઝની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલા વીડિયો ન્યૂઝમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લગતા સમાચાર પણ જોઈ શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ સ્ક્રીનશોટ લોકસભા 2019 દરમિયાન બહાર પાડવામાં આવેલા કોંગ્રેસના મેનિફેસ્ટો સાથે સંબંધિત છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે જાહેર કરેલા મેનિફેસ્ટોમાં આ બાબતોનો ઉલ્લેખ કર્યો નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:કોંગ્રેસના લોકસભાના મેનિફેસ્ટોમાં કલમ 370 અને CAAનો કોઈ ઉલ્લેખ નથી. જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading
