
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી એક ગાડીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી ગાડીનો આ વીડિયો જૂનાગઢનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી ગાડીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ નિકારાગુઆ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Tarun Asodriya નામના ફેસબુક યુઝર દ્વારા 3 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વરસાદ માં કોઈ પણ જાત ની હોંશિયારી બતાવવી નહીં… જોવો જુનાગઢ નો આ વીડિયો… જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી ગાડીનો આ વીડિયો જૂનાગઢનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના સહારાથી સર્ચ કરતાં અમને elheraldo.hn દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોના દ્રશ્યો સાથેના સમાચાર 30 મે, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો નિકારાગુઆ ખાતે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી ગાડીનો છે.

ઉપરોક્ત માહિતી સાથેના અન્ય સમાચાર અમને 100 NEWS NICARAGUA દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર અન્ય અહેવાલમાં પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. sott.net | vostv.com.ni
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી ગાડીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ નિકારાગુઆ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

Title:જાણો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ રહેલી ગાડીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: False
