શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના કાફલાને રોકવામાં આવ્યો હોવાનો વીડિયો તાજેતરનો છે…? જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ગણા બધા ખોટા સમાચારો અને માહિતી વાયરલ થઈ રહી છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના કાફલાને લોકો દ્વારા રોકવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના કાફલાને લોકો દ્વારા રોકવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના કાફલાને લોકો દ્વારા રોકવામાં આવ્યો હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2020 માં સ્મૃતિ ઈરાની જ્યારે વારાણસીની મુલાકાતે ગયા હતા ત્યારનો છે. વારાણસી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથરસ ખાતે બનેલી દુષ્કર્મની ઘટનાને પગલે વિરોધ દર્શાવ્યો હતો. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bjp news નામના ફેસબુક પેજ દ્વારા 25 જાન્યુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સ્મૃતિ ઈરાની નું સ્વાગત લોકો એ એવી રીતે કર્યું કે પોલીસ ને સ્વાગત રોકવા આવવું પડ્યું…… આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના કાફલાને લોકો દ્વારા રોકવામાં આવ્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર TV9 Bharatvarsh દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 3 ઓક્ટોમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2020 માં સ્મૃતિ ઈરાની જ્યારે વારાણસીની મુલાકાતે ગયા હતા ત્યારનો છે. વારાણસી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથરસ ખાતે બનેલી દુષ્કર્મની ઘટનાને પગલે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને તેમના કાફલાને રોકવામાં આવ્યો હતો.

mediavigil.com દ્વારા પણ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોસાથેના સમાચાર 3 ઓક્ટોમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ અમને આ વીડિયો ઉપરોક્ત માહિતી સાથે પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Navbharat Times | NYOOOZ TV

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના કાફલાને લોકો દ્વારા રોકવામાં આવ્યો હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2020 માં સ્મૃતિ ઈરાની જ્યારે વારાણસીની મુલાકાતે ગયા હતા ત્યારનો છે. વારાણસી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથરસ ખાતે બનેલી દુષ્કર્મની ઘટનાને પગલે વિરોધ દર્શાવ્યો હતો. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના કાફલાને રોકવામાં આવ્યો હોવાનો વીડિયો તાજેતરનો છે…?

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context