પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો રાજસ્થાનના બાડમેરનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળના કોલકતાનો વર્ષ 2019નો છે.

પીએમ નરેન્દ્ર મોદીની રેલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભીડ દ્વારા પીએમ મોદીનું અભિવાદન ઝીલવામાં આવતુ હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદીની સભાનો આ વીડિયો હાલમાં રાજસ્થાનના બાડમેરની રેલી દરમિયાનનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 12 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીએમ નરેન્દ્ર મોદીની સભાનો આ વીડિયો હાલમાં રાજસ્થાનના બાડમેરની રેલી દરમિયાનનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ જ વીડિયો બીજેપીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પ્રાપ્ત થયો હતો. આ વીડિયો 3 એપ્રિલ 2019ના પ્રસારિત કરવામાં આવ્યો હતો જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પીએમ મોદીનો આ વીડિયો કોલકતા રેલીનો છે.”

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને Narendramodi.in ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પણ 3 એપ્રિલ 2019ના આ વીડિયો આ જ માહિતી સાથે પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને BJP પશ્ચિમ બંગાળના ઑફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં યોજાયેલી રેલીનો લાંબો વીડિયો પણ મળ્યો છે. લગભગ 3 કલાક 3 સેકન્ડના આ વીડિયોમાંથી અમે વાયરલ વીડિયો જેવા જ દ્રશ્યો પણ જોયા.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો રાજસ્થાનના બાડમેરનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળના કોલકતાનો વર્ષ 2019નો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:પીએમ મોદીની વર્ષ 2019ની કોલકતાની રેલીના વીડિયોને હાલની બાડમેરની રેલીના નામે શેર કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False