ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો

રૂફટોપ પર LED ડિસ્પ્લે વોલનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ટેરેસની દિવાલો પર મોટી અને નાની દરિયાઈ માછલીઓ તરી રહી છે. પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો ચીનમાં સ્થિત એક મોલનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 09 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો ચીનમાં સ્થિત એક મોલનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ લઈ અને તસવીરોની રિવર્સ ઇમેજ સર્ચ કરી. પરિણામે, અમને યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયોની તસવીર મળી. વિડીયોના કેપ્શનમાં લખ્યું છે પ્રેરણા રિસોર્ટ – અન્ડર ધ બ્લુ લેન્ડ.

આ સિવાય ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોના વર્ણનમાં યુટ્યુબરે લખ્યું છે - આ અઠવાડિયે, હું અને મારૂ બાળક યેંગજોંગડોમાં ઇન્સ્પાયર રિસોર્ટમાં ગયા હતા. તે જોવામાં ખરેખર સરસ છે અને બાળકોને તે ગમે છે.

વધુ માહિતી માટે અમે ઇન્સ્પાયર રિસોર્ટ વિશે ગૂગલ મેપ પર સર્ચ કર્યું. પરિણામમાં અમને ખબર પડી કે આ રિસોર્ટ દક્ષિણ કોરિયામાં છે.

વધુ તપાસમાં, અમને ઈન્સપાયરકોરિયાની વેબસાઇટ પર એક રિપોર્ટ મળ્યો. માહિતી અનુસાર, વાયરલ વીડિયોમાં દેખાતી જગ્યા એ અરોરા એન્ટરટેઈનમેન્ટ સ્ટ્રીટ તરીકે ઓળખાતા આ રિસોર્ટની અંદરની એક જગ્યા છે, જે ઈન્સ્પાયર એન્ટરટેઈનમેન્ટ રિસોર્ટની વેબસાઈટ અનુસાર 150 મીટરની એલઈડી ડિસ્પ્લેથી સજ્જ છે જે ઊંચી છત અને દિવાલોને આવરી લે છે. , જે મનમોહક છબીઓ દર્શાવે છે.

યુટ્યુબ અને ગૂગલ ફોટોસ પર કેટલાક યુઝર્સ દ્વારાઓએ Aurora Entertainment Street ના વીડિયો પોસ્ટ કર્યા છે, જે અહીં અને અહીં જોઈ શકાય છે.

તેનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયોમાં ચીનમાં આવેલો કોઈ મોલ નથી. આ છે મોહેગન ઈન્સપાયર એન્ટરટેઈમેન્ટ રિસોર્ટ, જે દક્ષિણ કોરિયામાં આવેલું છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો ચીનમાં સ્થિત કોઈ મોલની નથી. આ દ્રશ્યો દક્ષિણ કોરિયાના ઇંચિયોનમાં આવેલા 'મોહેગન ઇન્સ્પાયર એન્ટરટેઇનમેન્ટ રિસોર્ટ'ના છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:દક્ષિણ કોરિયાના ઈન્સ્પાયર રિસોર્ટનો વીડિયો ચાઈનીઝ મોલ તરીકે વાયરલ થઈ રહ્યો છે… જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False