પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જૂનાગઢના ગિરનાર પર્વતનો નહીં પરંતુ ગોવાના દૂધસાગર વોટરફ્લોનો છે. ગિરનારનો હોવાની વાત તદ્દન ખોટી છે.

જૂનાગઢમાં ભારે વર્ષા બાદ ઠેર-ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે હાલમાં જૂનાગઢના ગિરનારમાં ધોધમાર વરસાદના કારણે વોટરફ્લો એક્ટિવ થયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જૂનાગઢના ગિરનારનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Muna Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જૂનાગઢના ગિરનારનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ જ વીડિયો 27 જૂલાઈ 2019ના યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ પવર્ત અને પાણીના ધોધ ગોવામાં આવેલ દૂધસાગર વોટરફોલ છે.

તેમજ વધુ સર્ચ કરતા Saffron-Dream દ્વારા ભારતમાં આવેલ પ્રખ્યાત વોટરફોલ અંગે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળ્યા હતા. જ્યા ગોવા દૂધસાગર વોટરફોલની માહિતી સાથે વાયરલ વીડિયોમાં દેખાતા દ્રશ્યોનો એક ફોટો પણ અપલોડ કરવામાં આવ્યો હતો.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને ગોવા ટુરિઝમની ઓફિશિયલ વેબસાઈટ પર દૂધસાગર વોટરફોલ અંગેની તમામ માહિતી તેમજ ફોટો શેર કરવામાં આવ્યા છે. તેમજ ધ હિન્દુ દ્વારા પ્રકાશિત અહેવાલમાં પણ વાયરલ વીડિયોના દ્રશ્યો જોઈ શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જૂનાગઢના ગિરનાર પર્વતનો નહીં પરંતુ ગોવાના દૂધસાગર વોટરફ્લોનો છે. ગિરનારનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જૂનાગઢમાં ભારે વરસાદ બાદ સોશિયલ મીડિયામાં ધોધના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Missing Context