સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વ વર્ષની સૌથી મોટી ઘટનાનું સાક્ષી બની રહ્યું છે, જેમાં તમામ ક્ષેત્રની હસ્તીઓ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા ગુજરાતના જામનગર આવી રહી છે.

1 માર્ચ, 2024 ના રોજ શરૂ થયેલા ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સ્પેક્ટેકલમાં હાજરી આપવા માટે વિશ્વભરના અબજોપતિઓ, રાજ્યના વડાઓ અને હોલીવુડ અને બોલિવૂડની હસ્તીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

એમએસ ધોની સહિત ટીમ ઈન્ડિયાની સાથે અન્ય દેશના ટોચના ક્રિકેટરો પણ શુક્રવારે જામનગર પહોંચ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં, એક વાયરલ વીડિયો જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું જેમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ અંબાણીના ઘરે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે જામનગર પહોંચ્યા છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ અંબાણીના ઘરે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે જામનગર પહોંચ્યા છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જૂન 2022માં હિન્દુસ્તાન ટાઈમ્સની વેબસાઈટ પર પ્રકાશિત થયેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રેબ પણ હાજર છે. મળતી માહિતી મુજબ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો આ વીડિયો મુંબઈ એરપોર્ટનો છે.

વધુ શોધમાં અમને 8 જૂન, 2022 ના રોજ બોલિવૂડ સોસાયટીના ફેસબુક પેજ પર વિરાટ અને અનુષ્કાના વાયરલ વિડિયો સાથે શેર કરેલી પોસ્ટ મળી. વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, બંને એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલમાં લંડનમાં છે. 20 ફેબ્રુઆરી, 2024 ના રોજ, દંપતીએ તેમના બીજા બાળક અકાયના જન્મની જાહેરાત કરી. વિરાટ કોહલીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર મોટી જાહેરાત કરી અને આ ક્ષણ દરમિયાન ગોપનીયતા માટે વિનંતી કરી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જામનગરમાં અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં વિરાટ અને અનુષ્કાનો જવાનો દાવો ભ્રામક છે. વિરાટ-અનુષ્કાનો વાયરલ વીડિયો લગભગ દોઢ વર્ષ જૂનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:આ વાયરલ વીડિયો જૂન 2022નો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને હાલમાં લંડનમાં છે.

Written By: Frany Karia

Result: False