વર્ષ 2011માં જાપાનમાં આવેલા વિનાસકારી સુનામીના દ્રશ્યો છે. હાલમાં આ પ્રકારે સુનામીના નામે કોઈ નુકશાની થઈ હોવાની વાત તદ્દન ખોટી છે.

જાપાનમાં વિનાશકારી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિશાળ પૂરમાં જંગી જહાજને પુલ સાથે અથડાતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં જાપાનમાં આવેલા ભૂકંપ બાદ આવેલા સુનામીના દ્રશ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં જાપાનમાં આવેલા ભૂકંપ બાદ આવેલા સુનામીના દ્રશ્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને એબીસી ન્યુઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો વર્ષ 2011નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, જાપાનમાં ભૂકંપ બાદ 14 માર્ચ 2011ના આવેલા સુનામીના દ્રશ્યો છો. જેમાં હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોના જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને Associated Press દ્વારા પણ વર્ષ 2011માં પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ જ સ્થળનો આ જ ઘટનાનો બીજા એંગલથી પ્રકાશિત વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ Earthquake Engineering નામની યુટ્યુબ ચેનલ દ્વારા જાપાનીની આ સુનામીનો સંપૂર્ણ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2011માં જાપાનમાં આવેલા સુનામી દરમિયાનનો છે. હાલમાં આ પ્રકારે વિનાસકારી સુનામી આવ્યુ હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: વર્ષ 2011ના સુનામીના દ્રશ્યોને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો...

Written By: Frany Karia

Result: Missing Context