વાયરલ ફોટોમાં દેખાતી વ્યક્તિ લિટન દાસ નથી. મૂળ ફોટો બ્રિટિશ-બાંગ્લાદેશી ફિલ્મ નિર્માતા અને અભિનેતા ઇસ્લાહ અબ્દુર-રહેમાન છે, તેઓ મૂળ ફોટોમાં યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનના સમાચાર ટીવી પર જોઈ રહ્યા હતા.

બાંગ્લાદેશમાં ફેલાયેલી હિંસા વચ્ચે, ક્રિકેટર લિટન દાસ વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં તેના ઘરમાં આગ લગાડવાની અફવા ફેલાઈ હતી. આ વચ્ચે એક બીજો ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટીવી જોતા એક વ્યક્તિની તસવીર શેર કરવામાં આવી રહી છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે “આ લિટન દાસની તસવીર છે, જ્યારે તે પોતાના ઘરમાં બેસીને પોતાનું ઘર સળગવાના ફેક ન્યૂઝ જોઈ રહ્યો છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 09 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ લિટન દાસની તસવીર છે, જ્યારે તે પોતાના ઘરમાં બેસીને પોતાનું ઘર સળગવાના ફેક ન્યૂઝ જોઈ રહ્યો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ફોટો 24 માર્ચ 2020ના રોજ ઈસ્લાહ નામના ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવેલો જોવા મળ્યો હતો. આ ફોટોમાં ટીવી જોનાર વ્યક્તિ એ જ હતો પરંતુ ટીવી પર યુકેના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન હતા. તેની સાથે લખવામાં આવ્યું હતું, "દરેક એશિયન પિતા અત્યારે સમાચાર જોઈ રહ્યા છે."

Archive

તેમજ ઈસ્લાહના ટ્વિટર એકાઉન્ટ પર આ પ્રકારે ટીવી પર જોઈ રહી હોવાની અન્ય તસ્વીરો પણ જોવા મળી રહી છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને ઈસ્લાહનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પ્રાપ્ત થયુ હતુ. જેમાં પણ તેઓ આ પ્રકારે ટીવી જોઈ રહેલા છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઓરિજનલ ઈમેજ અને વાયરલ એડિટેડ ઈમેજ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ ફોટોમાં દેખાતી વ્યક્તિ લિટન દાસ નથી. મૂળ ફોટો બ્રિટિશ-બાંગ્લાદેશી ફિલ્મ નિર્માતા અને અભિનેતા ઇસ્લાહ અબ્દુર-રહેમાન છે, તેઓ મૂળ ફોટોમાં યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનના સમાચાર ટીવી પર જોઈ રહ્યા હતા.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:લિટન દાસના નામે વાયરલ થઈ રહેલી તસ્વીર એડિટેડ છે... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Altered