Skip to content
Saturday, October 25, 2025
  • Privacy Policy
  • હકીકત તપાસવા માટે સબમિટ કરો
Fact Crescendo Gujarati | The leading fact-checking website in India

Fact Crescendo Gujarati | The leading fact-checking website in India

The fact behind every news!

  • Home
  • Archives
  • About
  • Contact Us
  • Other Languages
    • Hindi
    • English
    • Marathi
    • Malayalam
    • Tamil
    • Odia
    • Assamese
    • Bangla
    • Manipuri
  • APAC
    • Sri Lanka
    • Myanmar
    • Bangladesh
    • Cambodia
    • Afghanistan
    • Thailand
site mode button

જાણો ચંદ્રની સપાટી પર અશોકસ્તંભ અને ઈસરોનો લોગો દર્શાવતા વાયરલ ફોટોનું શું છે સત્ય….

Missing Context સામાજિક I Social
August 26, 2023August 26, 2023Vikas Vyas

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના ISRO દ્વારા ચંદ્ર પર પહોંચેલા ચંદ્રયાન 3 ના  ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વાયરલ થઈ રહેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચંદ્રની સપાટી પર પહોંચેલા ભારતના ચંદ્રયાન 3 ના ચાલવાને કારણે અશોકસ્તંભ અને ઈસરોનો લોગો અંકિત થયો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ડિજીટલી બનાવવામાં આવ્યો છે જેની પુષ્ટી આ લોગો જે વ્યક્તિ દ્વારા બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો તેના દ્વારા કરવામાં આવી છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

તત્વમસિ મલ્ટીથેરાપી નામના ફેસબુક પેજ દ્વારા 23 ઓગષ્ટ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આજે ચંદ્રની સપાટી પર કાયમી ધોરણે આ છાપ અંકિત થયી ગઈ.રોવરના ટાયર પર આ છાપ છે, અને ચંદ્ર પર હવા નથી તેથી આ નિશાનો ચંદ્ર સપાટી પર કાયમ અંકિત રહેશે.. ! સાથે સાથે દરેક ભારતીય ના હ્ર્દય પર પણ..!! પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચંદ્રની સપાટી પર પહોંચેલા ભારતના ચંદ્રયાન 3 ના ચાલવાને કારણે અશોકસ્તંભ અને ઈસરોનો લોગો અંકિત થયો તેનો આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને આ પ્રકારના ફોટો અંગેની કોઈ જ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોતાં નીચે ડાબી બાજુના ખૂણા પર Krishanshu Garg નામનો એક વોટરમાર્ક જોવા મળ્યો હતો.

ઉપરોક્ત નામને ધ્યાનમાં રાખીને અમે ક્રિશાંસુ ગર્ગની સોશિયલ મીડિયા પ્રોફાઈલ શોધી કાઢી હતી. તેમણે તેમના ઈન્સ્ટાગ્રામ પર 24 ઓગસ્ટે આજ ફોટો સાથે એક પોસ્ટ કરી હતી. જેમાં એં લખ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો ફોટો તેમના દ્વારા બનાવવામાં આવેલ એક આર્ટવર્ક છે.

તેમની પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, “મારી આર્ટવર્કને મળેલા જબરજસ્ત પ્રતિસાદ માટે હું ખૂબ જ આભારી છું, અને હું તેને વાયરલ કરવામાં તમારા બધાના સમર્થન માટે મારો પ્રતિભાવ વ્યક્ત કરવા માંગુ છું! જો કે મેં ઘણા લોકોને દાવો કરતા જોયા છે કે, આ ISRO દ્વારા શેર કરાયેલા “વાસ્તવિક ચિહ્નો” છે. ચંદ્રના નિશાન ઐતિહાસિક ચંદ્રયાન-3 ઉતરાણના કાઉન્ટડાઉન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યા હતા, અને મેં તે વિવિધ ઇલેક્ટ્રોનિક મીડિયા ચેનલો સાથે શેર કર્યા છે. કૃપા કરીને આ સંદર્ભે ખોટા સમાચાર ફોરવર્ડ કરવાનું બંધ કરો. ઉત્સાહ પ્રેરણદાયક છે. હું તમારી દરેક લાઈક અને શેર માટે આભારી છું. ચાલો આપણો આનંદ ચાલું રાખીએ અને ISRO ની ભાવિ સિદ્ધિઓની રાહ જોઈએ.”

View this post on Instagram

A post shared by Krishanshu Garg (@krishanshugarg)

ત્યાર બાદ અમે ક્રિશાંસુ ગર્ગનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે પુષ્ટિ કરી કે, તેમણે ચંદ્ર પર ઉતરાણના કાઉન્ટડાઉન તરીકે આર્ટવર્ક બનાવ્યું હતું, પરંતુ તે ખોટા દાવા સાથે વાયરલ થયું હતું કે, તે ચંદ્રની સપાટી પર અંકિત થયેલો અશોક સ્તંભ અને ISROનો લોગો હતો. તેમનો સ્પષ્ટ સંદેશ તમે નીચે જોઈ શકો છો.

વધુમાં અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, ઈસરો દ્વારા આ પ્રકારે કોઈ ફોટો જાહેર કરવામાં આવ્યા છે કે કેમ? ઈસરો દ્વારા આ પ્રકારે કોઈ ફોટો જાહેર નથી કર્યા પરંતુ ઈસરો દ્વારા ચંદ્રયાન 3 નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર કઈ રીતે પહોંચ્યું એ અંગે ટ્વિટ કરવામાં આવી હતી.

Here is how the Lander Imager Camera captured the moon's image just prior to touchdown. pic.twitter.com/PseUAxAB6G

— ISRO (@isro) August 24, 2023

… … and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W

— ISRO (@isro) August 25, 2023

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ડિજીટલી બનાવવામાં આવ્યો છે જેની પુષ્ટી આ લોગો જે વ્યક્તિ દ્વારા બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો તેના દ્વારા કરવામાં આવી છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો ચંદ્રની સપાટી પર અશોકસ્તંભ અને ઈસરોનો લોગો દર્શાવતા વાયરલ ફોટોનું શું છે સત્ય….

Written By: Vikas Vyas 

Result: Missing Context

        
Tagged AshokstambhChandrayaan 3ISROLogoઅશોકસ્તંભઈસરોચંદ્રયાન 3છાપ

Post navigation

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ચંદ્રયાન-3ના લેન્ડિંગ દરમિયાનનો છે…? જાણો શું છે સત્ય….
એક જ ફ્રેમમાં રેલ, રોડ, પાણી અને હવાઈ પરિવહનનું ચિત્ર ડિજિટલી એડિટ કરવામાં આવ્યું છે…. જાણો શું છે સત્ય….

Related Posts

શું ખરેખર અમેરિકામાં ગેંગસ્ટર ગોલ્ડી બરારની હત્યા કરવામાં આવી…?  જાણો શું છે સત્ય….

May 3, 2024May 3, 2024Frany Karia

જાણો તાજેતરમાં જાપાન ખાતે આવેલા ભૂકંપને કારણે સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

January 3, 2024January 3, 2024Vikas Vyas

શું ખરેખર ગુજરાતના ગીરમાં આ પ્રકારે રોડ પર સિંહનું ટોળુ આવ્યુ હતુ..? જાણો શું છે સત્ય..?

December 9, 2019January 13, 2022Yogesh Karia

follow us

  • fact checks
  • Comments

શું ખરેખર સાઉદી અરબમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

October 25, 2025October 25, 2025Frany Karia

RSS શતાબ્દી નિમિત્તે નેધરલેન્ડ સરકારે ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી ન હતી… જાણો શું છે સત્ય….

October 25, 2025October 25, 2025Frany Karia

શું ખરેખર ફટાકડાની દુકાનમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો અમદાવાદનો છે…? જાણો શું છે સત્ય….

October 24, 2025October 24, 2025Frany Karia

જાણો યોગી આદિત્યનાથ અને રવિ કિશનના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

October 24, 2025October 24, 2025Vikas Vyas

Election: પગ પકડીને મત માંગી રહેલા નેતાની તસવીર તાજેતરના બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારની નથી, આ તસવીર જૂની છે.

October 23, 2025October 23, 2025Frany Karia
  • xoplay  commented on જાણો પાકિસ્તાને કાબુલ પર કરેલી એર સ્ટ્રાઈકના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….: Solid article! Thinking about bankroll management
  • jljlphlogin  commented on જાણો પાકિસ્તાને કાબુલ પર કરેલી એર સ્ટ્રાઈકના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….: Solid article! Understanding the fundamentals is s
  • 987ph  commented on જાણો પાકિસ્તાને કાબુલ પર કરેલી એર સ્ટ્રાઈકના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….: It’s smart to prioritize security when exploring o
  • Dylan Waelchi  commented on Altered: TMC નેતા કાકોલિ ઘોષ અને અમિત શાહના વીડિયોનું જાણો શું છે સત્ય… : What i do not understood is in truth how you are n
  • Dayne Lynch  commented on જાણો નકલી કાજુ બનાવવાની ફેક્ટરીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…: Your blog is a testament to your dedication to you

Categories

  • False
  • સામાજિક I Social
  • રાષ્ટ્રીય I National
  • રાજકીય I Political
  • આંતરરાષ્ટ્રીય I International

Latest News

  • શું ખરેખર સાઉદી અરબમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

    October 25, 2025October 25, 2025Frany Karia
  • RSS શતાબ્દી નિમિત્તે નેધરલેન્ડ સરકારે ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી ન હતી… જાણો શું છે સત્ય….

    October 25, 2025October 25, 2025Frany Karia

Archives

Fact Crescendo Gujarati | Theme: News Portal by Mystery Themes.
  • ડિસક્લેમર
  • પદ્ધતિ અમારી પદ્ધતિ
  • સુધારા કરવાનું